________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| સંપાદકીયા
કર્મ નચાવે તિમહિ જ નાચત....”
ભવમંડપમાં રે નાટક નાચીયો..” માત્ર અઢી જ અક્ષરના આ શબ્દનો પ્રભાવ કેટલો વિસ્તૃત છે તેની પ્રતીતિ પૂ. શ્રી માનવિજયજી ઉપાધ્યાજીએ તથા પૂ. ઉપાધ્યાજી શ્રી વિનયવિજયજી મ. સા. એ સરળ ગુજરાતીમાં ઉપરની પંક્તિમાં કરાવી છે.
શબ્દથી અલ્પ
કાર્યથી અનલ્પ એવું આ કર્મ સમસ્ત સંસારી જીવો સાથે અનાદિથી અતૂટ નાતો ધરાવે છે. જીવના ઐશ્વર્યને એને જાણે બાનમાં લીધું છે.
વ્યવહારમાં આવતી દુનિયાની મોટાભાગની ચીજોને સમજી પણ શકાય ને અનુભવી પણ શકાય ને કદાચ અનુભવવી શકય ન બની શકે તો સમજી તો શકાય. પરંતુ આધ્યાત્મિક જગતમાં આ કર્મ માટે એવી એક ખૂબી સર્જાઈ છે કે અનુભવવાં છતાં પૂરેપૂરું સમજી શકાતું નથી. ને એટલે જ કર્મના ગહન વિપાકોમાંથી કાંઈક તો તેના વિષે સમજવું રહ્યું.
આ ગણત્રીને નજર સમક્ષ રાખી કર્મસિદ્ધાન્ત વિષે ઘણાં ઘણાં વિદ્વાન પૂજ્યોએ ઘણું ઘણું લખ્યું છે. પ્રભુકૃપાએ અને પૂજ્યશ્રીનાં આશિષે એનો અભ્યાસ કરતાં કરતાં ફુરણા થઈ કે હું પણ સિધુમાંથી બિન્દુનાં લેશ તુલ્ય કાંઈક લખું ! રોપાયું સંકલ્પનું બીજ અને સિંચાયા પ્રેરણાના પીયૂષ.... ને છેવટ અંકુરિત જ નહીં પુષ્પિત થયાં એ પ્રકાશનનાં સોણલાં. કર્મજ્ઞાન પિપાસુ વર્ગ સમક્ષ પ્રસ્તુત પુસ્તક મૂકતાં અંતર અત્યંત આનંદ અનુભવે છે.
પુસ્તક પ્રકાશનની પૂર્વવેળાએ ઉપકારીઓનાં ઉપકારને યાદ કરતાં દિવ્યાશીષદાતા યુગમહર્ષિ - સંઘસ્થવિર પૂજ્યપાદ દાદાગુરુદેવશ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજા તથા સંઘ એકતા શિલ્પી સંયમરત્નદાતા પૂજ્યપાદ આ. ભગવંતશ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજા.
અપ્રમત્તયોગી નિઃસ્પૃહી પૂજ્યપાદ આ.ભગવંતશ્રી અરવિંદસૂરીશ્વરજી મહારાજા તથા પરમવાત્સલ્યસિન્ધપ્રસન્નતાનાં પાયોનિધિપ્રેરણાદાતા પૂ.ગુરુદેવશ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજા તથા કર્મસિદ્ધાંતનિપુણ દૃષ્ટિતલે સંપૂર્ણ મેટરને
For Private and Personal Use Only