________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નઃ- ૩૪ “વર્તમાનકાલીય સભ્યશ્રતનું પ્રમાણ જણાવો.” જવાબઃ- વર્તમાનકાળમાં ૪૫ આગમ પ્રમાણ સમ્યકુત છે. “૧૧ અંગ-”(૧)આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતીસૂત્ર, (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસકદશા, (2) અંતકૃદશા, (૯) અનુત્તરીપ પાટિદશા, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાક. “૧૨ ઉપાંગ' (૧) ઔપપાતિક, (૨) રાજપ્રશ્નીય, (૩) જીવાભિગમ, (૪) પ્રજ્ઞાપના, (૫) સૂર્યપ્રજ્ઞપ્તિ, (૬) જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, (૭) ચંદ્રપ્રજ્ઞપ્તિ, (૮) કલ્પિકા, (૯) કલ્પાવતંસ, (૧૦) પૂમ્બિકા, (૧૧) પૂષ્પચૂલિકા, (૧૨) વલિંદશા. “૬ છેદ -” (૧) બૃહત્કલ્પ, (૨) લઘુનીશીથ, (૩) મહાનશીથ, (૪) વ્યવહાર, (૫) દશાશ્રુતસ્કંધ, (૬) જીતકલ્પ. “૧૦પયન્ના-”(૧) ચશિરણ, (૨)મહાપચ્ચક્ખાણ, (૩) આતુરપચ્ચખાણ, (૪) સંસ્મારક, (૫) ભક્તપરિક્ષા, (૬) ગણિવિદ્યા, (૭) ચંદ્રવિદ્યા, (૮) દેવેન્દ્રસ્તવ, (૯) મરણસમાધિ, (૧૦) તંદુલર્વચારિક. જ મૂલ સૂત્ર -” (૧) દશવૈકાલિક, (૨) ઉત્તરાધ્યયન, (૩) આવશ્યક, (૪) ઓઘનિર્યુક્તિ. (૧) અનુયોગદ્વાર અને (૨) નંદીસૂત્ર. વર્તમાન કાલમાં “૧૧ + ૧૨ + ૬ + ૧૦ +૪+ ર = ૪૫ આગમ પ્રમાણ સભ્યશ્થત છે.” પ્રશ્ન :- ૩૫ અક્ષરદ્યુત એટલે શું? તે કેટલા પ્રકારે? જવાબ :- અક્ષર દ્વારા જે જ્ઞાન થાય તે અક્ષરગ્રુત કહેવાય. તે ત્રણ પ્રકારે છે. (૧) પુસ્તક, તાડપત્ર, વગેરેમાં લખાયેલા જે અક્ષરો તે સંજ્ઞાક્ષર કહેવાય. (૨) મુખે ઉચ્ચાર કરવારૂપ જે અક્ષરો તે વ્યંજનાક્ષર કહેવાય. (૩) અક્ષરોની ઓળખાણરૂપ જે હૃદયસ્થ જ્ઞાન તે લધ્યક્ષર કહેવાય. પ્રશ્નઃ- ૩૬ “શ્રુતજ્ઞાનનું સ્વરૂપ અક્ષરદ્યુત અને અનક્ષરત દ્વારા જ સમજાઈ જાય છે. તો બાકીના ભેદો કહેવાની શી જરૂર?” જવાબ- તીવ્ર બુદ્ધિશાળી શિષ્ય પ્રથમના બે ભેદ દ્વારા જ શ્રુતજ્ઞાનનું સ્વરૂપ સમજી શકે છે. પરંતુ મંદબુદ્ધિવાળા શિષ્યને કાંઇક વિશેષતાપૂર્વક શ્રુતજ્ઞાનનો બોધ થાય તે માટે બાકીના ભેદો બતાવ્યા છે.
૨૪૯
For Private and Personal Use Only