________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) અશુભ પ્રવૃતિ તરફ જવા ટેવાયેલાં મનને કર્મસિદ્ધાંત લાલબત્તીની જેમ “રૂક જાવ”નું એલાન કરતું હોવાથી “અધ્યવસાય = વિચારની વિશુદ્ધિ માટે લાલબત્તી તુલ્ય” કર્મસિદ્ધાંતને જાણવાની ખાસ જરૂર છે. (૪) આત્માપર પડેલાં કર્મડાઘને બતાવનાર “દર્પણતુલ્ય” કર્મસિદ્ધાંતનું જ્ઞાન, આત્મવિશુદ્ધિ માટે ખાસ જરૂરી છે. જેમ માનવી દર્પણદ્વારા મુખ ઉપર રહેલાં ડાઘને જોતાંની સાથે પાણી, સાબુ વિગેરે દ્વારા સાફ કરવા મથે છે. તેમ કર્મસિદ્ધાંત દ્વારા આત્મા પર રહેલાં કર્મડાઘને જોતાંની સાથે જ વિશિષ્ટ ધર્મારાધના દ્વારા સાફ કરવા મથે છે. તેથી “આત્મવિશુદ્ધિ માટે દર્પણ તુલ્ય” કર્મસિદ્ધાંતને જાણવાની ખાસ જરૂર છે. (૫) આત્મિકવિકાસયાત્રાર્થે શ્રેષ્ઠભોમિયાતુલ્ય કર્મસિદ્ધાંતનું જ્ઞાન જીવનમાં ખાસ જરૂરી છે.
હું ક્યાંથી આવ્યો છું ? ક્યાં સુધી પહોંચ્યો છું ? ક્યાં જવું છે ? કયો રસ્તો લેવો ? ઇત્યાદિ માર્ગદર્શક શ્રેષ્ઠ ભોમિયા તુલ્ય કર્મસિદ્ધાંત છે.
જીવનું મૂળવતન છે સૂક્ષ્મનિગોદ. જીવ સૂક્ષ્મનિગોદમાંથી બહાર નીકળીને એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય દેવ, નારકી વિગેરે ૮૪ લાખ યોનિમાં ભટકતો ભટકતો માનવભવ સુધી પહોંચ્યો છે. પણ ચતુર્ગતિરૂપ સંસારમાં મુસાફરી કરીને ખૂબ જ થાકી ગયો છે. હવે જલ્દી સ્વગૃહે=મોક્ષનગરે પહોંચવું છે. માટે શોર્ટકટ લેવો છે. તેથી આત્મિકવિકાસયાત્રાર્થે શોર્ટકટના જાણકાર કર્મસિદ્ધાંત પાસે જાય છે. ત્યાંથી સમ્યક ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે સ્ટેશનોવાળા શોર્ટકટની માહિતી મેળવીને આત્મિકવિકાસયાત્રામાં આવતાં સમ્યક ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્તાદિ સ્ટેશન વટાવીને જલ્દીથી સ્વગૃહે=મોક્ષનગરે પહોંચી જાય છે. માટે “આત્મિકવિકાસયાત્રાર્થે શ્રેષ્ઠ ભોમિયાતુલ્ય” કર્મસિદ્ધાંતને જાણવાની ખાસ જરૂર છે.
- ઇતિ કર્મબોધ પીઠિકા :
૧૯
૧૯
For Private and Personal Use Only