________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે હાથણી એક આંખે કાણી છે. તથા તે હાથણી જ્યાં બેઠેલી છે. ત્યાં તેની ઉપરથી જે સ્ત્રી નીચે ઉતરેલી છે. તેના પગલા રેતીમાં પડેલા છે. તેમાં શંખ, * કમળ વગેરે ઉત્તમ પ્રતિકો દેખાય છે. માટે આ સ્ત્રી મોટા ઘરની પત્ની છે. તે નજીકમાં જ લઘુનીતિ કરવા માટે બેસવા ઉઠવાની રીતિથી જણાય છે, કે તે સગર્ભા છે. આ રીતે, ગુરુજીનો વિનય કરવાથી વિનીતને સાંકેતિક ચિહ્નો ઉકેલવાની જે શક્તિ ઉત્પન્ન થઈ છે. તે વનયિકી બુદ્ધિ કહેવાય. પ્રશ્ન:- ર૩ સંકેત કે શાસ્ત્રાભ્યાસ સિવાય પ્રાપ્ત થયેલી જે બુદ્ધિ તે અશ્રુત નિશ્ચિત બુદ્ધિ કહે છે તો ગુરુના ઉપદેશથી પ્રાપ્ત થયેલી અને ધર્મ, અર્થ, કામશાસ્ત્રના રહસ્યને જણવનારી વૈનાયિકી બુદ્ધિને અશ્રુતનિશ્ચિત કેમ કહો છો ? જવાબઃ- આ વાત સાચી છે. વાસ્તવિક રીતે વૈનયિકી બુદ્ધિ અશ્રુતનિશ્ચિત નથી. પરંતુ બુદ્ધિની ગણના પ્રસંગે આ ભેદને ગ્રહણ કર્યો છે. માટે વૈનાયિકી બુદ્ધિને આધૃતનિશ્ચિત કહી છે. વાસ્તવિક રીતે વનયિકી સિવાયના બાકીના ત્રણ ભેદો અશ્રુતનિશ્ચિત જાણવા. પ્રશ્ન:- ૨૪ પારિણામિકી બુદ્ધિ એટલે શું? સદાંત સમજાવો. જવાબ- વયનો પરિપાક થવાથી વૃદ્ધ મનુષ્યને પૂર્વાપરના અનુભવથી ઉત્પન્ન થયેલી જે બુદ્ધિ તે પારિણામિકીબુદ્ધિ કહેવાય. જેમકે, એક રાજાની રાજસભામાં વૃદ્ધ અને યુવાન મંત્રીઓ હતાં, યુવાન મંત્રીઓ વૃદ્ધમંત્રીની ઈર્ષ્યા કરતા હતાં. તેઓ રાજાને કહે કે વૃદ્ધમંત્રીઓ હવે થાકી ગયા છે. કાંઈ કામ કરી શકતા નથી. ૬૦ વર્ષની ઉંમર થવાથી બુદ્ધિ નાશ પામતી જાય છે. માટે તમે તેઓને રજા આપી દો. પરંતુ રાજા ચકોર
હતો.
એક વખત રાજાએ વૃદ્ધ અને યુવાનમંત્રીની પરીક્ષા કરવા માટે ભરસભામાં એક પ્રશ્ન પૂછ્યો કે, હે મંત્રીઓ ! હું રાજસભામાં બેઠેલો હોવું, ચારે તરફ સંપૂર્ણ સંરક્ષણવાળા હોય, ત્યારે તમારા રાજાને કોઈ પાટુ કે તમાચો મારે તો, તમે તેને શું શિક્ષા કરો ? યુવાનમંત્રીઓ કહે કે રાજાનું અપમાન કરનારને ફાંસી જ અપાય. વૃદ્ધમંત્રીઓ ગંભીર હતા. થોડો સમય વિચારીને કહ્યું કે રાજસભામાં રાજાને તમાચો કે પાટુ મારનાર વ્યક્તિને રાજ્યગાદી
૨૪પ
For Private and Personal Use Only