________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોંપાય. રાજાએ કહ્યું કે તમારા ઉત્તરનું રહસ્ય સમજાવો. વૃદ્ધમંત્રીઓ કહે કે હે રાજન્ ! તમે બળવાન છો. એટલે તમને કોઈ તમાચો કે પાટુ મારી શકે જ નહીં. અને રાજસભામાં ચારે તરફ સંપૂર્ણ સંરક્ષણ હોવાથી શત્રુરાજા આવી શકે નહીં. પરંતુ તમે તમારું બાળક રાજસભામાં રમાડવા લાવ્યા હોય તો એ બાળક તમને લાડકોડમાં પાટુ મારી દે તે વખતે સભામાં કોઈપણ પ્રતિકાર કરે નહીં પરંતુ આનંદ પામે અને એ બાળક તમારું હોવાથી તમારો વારસદાર જ કહેવાય. માટે તેને રાજ્યગાદી અપાય. આ સાંભળી સર્વે સભાજનો આશ્ચર્ય પામ્યા. એટલે આવા પ્રકારની જે બુદ્ધિ તે પરિણામિકબુદ્ધિ કહેવાય. પ્રશ્ન- ૨૫ “અર્વાગ્રહનો કાળ એક સમયનો છે તો તેમાં બહુ વગેરે ભેદો કેવી રીતે ઘટે?” જવાબ-શાસ્ત્રમાં અર્થાવગ્રહ ર પ્રકારે કહયો છે. (૧) નશ્ચયિક અર્થાવગ્રહ (૨) વ્યવહારિક અર્થાવગ્રહ. તેમાં નૈક્ષયિક અર્થાવગ્રહનો કાળ. એક સમયનો છે અને વ્યવહારિક અર્થાવગ્રહનો કાળ અનેક સમયનો છે. માટે તૈક્ષયિક અર્થાવગ્રહમાં બહુ વગેરે ભેદો ઘટતા નથી. પરંતુ વ્યવહારિક અર્થાવગ્રહમાં બહુ વગેરે ભેદો ઘટી શકે છે. પ્રશ્ન- ૨૬ “બહુ અને બહુવિધનો તફાવત જણાવો.” જવાબ-૧. જ્યારે એક જ ઇન્દ્રિયના ઘણા વિષયો એકી સાથે વિદ્યમાન થાય ત્યારે તે સર્વેનો અલગ અલગ બોધ કરી શકે, તે બહુગ્રાહી કહેવાય. દા. ત. સામૈયામાં અનેક જાતના વાજિંત્રો વાગતા હોય તે વખતે “આ ઢોલનો અવાજ છે” આ શરણાઈનો અવાજ છે.” વગેરે. ૨. એક જ ઇન્દ્રિયના ઘણા વિષયો એકી સાથે વિદ્યમાન થાય તે વખતે તે સર્વેને અલગ અલગ રીતે અનેક ધર્મ સહિત જાણે તે બહુવિધગ્રાહી કહેવાય. દા. ત. સંગીતકારનો અવાજ જાડો છેપાતળો છે. ઢોલનો અવાજ ખોખરો છે-સારો છે. વગેરે. પ્રશ્ન:- ૨૭ “વ્યંજનાવગ્રહાદિના બહુ વગેરે ૧૨ ભેદમાંથી વિષયની વિવિધતાને કારણે કેટલા ભેદ ઘટી શકે? અને ક્ષયપક્ષમની પટુતાને કારણે કેટલા ભેદ ઘટી શકે?” જવાબ-અનેક જીવને આશ્રયીને વ્યંજનાગ્રહના વિષયની વિવિધતાને લીધે.
૨૪૬
For Private and Personal Use Only