________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિર રહેવું તે.
મોક્ષમાં શુદ્ધ આત્મદ્રવ્ય કાયમ માટે એક જ અવસ્થામાં એક જ સ્થાને સ્થિર રહે છે. ત્યાં જે આકાશપ્રદેશને આત્મા સ્પર્શીને રહેલો હોય તે આકાશપ્રદેશને છોડીને ક્યારેય બીજા આકાશપ્રદેશમાં જતો નથી. કારણ કે આત્માનું અસલી સ્વરૂપ અચલસ્થિતિ છે. (અચલસ્થિતિગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને ગતિનામકર્મ કહેવાય છે.” અચલસ્થિતિગુણ કર્મદ્વારા ઢંકાયેલો હોવાથી જીવ સદાકાળને માટે એક જ સ્થાને એક જ અવસ્થામાં સ્થિર રહી શકતો નથી. પરંતુ સ્વકર્માનુસારે સુખ-દુઃખના ઉપભોગને યોગ્ય દેવલોકાદિ જુદા જુદા સ્થાને દેવાદિ જુદી જુદી અવસ્થાને પ્રાપ્ત કરે છે. એટલે “સુખદુઃખના ઉપભોગને યોગ્ય જે અવસ્થાની પ્રાપ્તિ તે “ગતિ” કહેવાય” તેનું કારણ ગતિનામકર્મ છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરીને અચલસ્થિતિગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને “ગતિનામકર્મ કહ્યું છે.
(૨) જાતિનામકર્મનું સ્વરૂપ:--જાતિ = અનેક વ્યક્તિમાં રહેલો સમાન પરિણામ. અનેક ભેદ પ્રભેદવાળા એકેન્દ્રિયાદિ જીવોમાં “આ એકેન્દ્રિય છે.” “આ બેઇન્દ્રિય છે” ઈત્યાદિ સમાન શબ્દવ્યવહારનું કારણ તેમજ એકેન્દ્રિયજીવોની ચેતના A. જે કર્મના ઉદયથી જીવ એકભવમાંથી બીજાભવમાં જાય તે ગતિનામકર્મ કહેવાય. એમ સર્વાર્થસિદ્ધિકાર કહે છે. B. ન્યાયાચાર્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે કર્મપ્રકૃતિની ટીકામાં કહ્યું છે કે, જો એકેન્દ્રિયાદિ શબ્દ વ્યવહારનું કારણ એકેન્દ્રિયાદિ જાતિ જ માનશો તો કોઈ શંકાકાર એમ કહેશે કે જેમ એકેન્દ્રિયાદિ શબ્દ વ્યવહારનું કારણ એકેન્દ્રિયસ્વાદિ જાતિ છે તેમ હરિસિંહાદિ શબ્દ વ્યવહારનું કારણ હરિતાદિ જાતિ સિદ્ધ થઈ જશે. તેથી જાતિનો કોઈ પાર નહીં રહે તેમજ ભવનપતિ વગેરે અનેક પ્રકારના દેવોમાં આ દેવ છે” આ રીતે દેવનારકી વગેરેમાં સમાન શબ્દ વ્યવહાર થાય છે. તો ત્યાં પણ દેવાદિ-૪ ગતિને બદલે દેવાદિ-૪ જાતિ માનવી પડશે. આ રીતે શંકાકાર બે આપત્તિઓ આપી શકે છે. તેના નિવારણ માટે “અનેક ભેદ-પ્રભેટવાળા એકેન્દ્રિયાદિ જીવોમાં “આ એકેન્દ્રિય છે” “આ બેઈદ્રિય છે” ઈત્યાદિ સમાન શબ્દ વ્યવહારનું કારણ તેમજ એકેન્દ્રિયજીવોની ચેતનાશકિત સ્વલ્પ અને પ્રાયઃ પરસ્પર સરખી છે. તેનાથી બેઇન્દ્રિયની ચેતનાશક્તિ અધિક અને પ્રાયઃ પરસ્પર સરખી હોય છે. ઈત્યાદિ સમાન ચેતના શક્તિની
૧પ૬
For Private and Personal Use Only