________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દા. ત. કીડીને સાકરની ગંધનાં અણુ સાથે ઘ્રાણેન્દ્રિયનો સંબંધ થતા “અહીં કંઇક છે.’” એમ મતિજ્ઞાન થાય છે. પછી તુરત ‘આ વસ્તુ મારે ખાવા લાયક છે” એવું જ્ઞાન થાય છે. જો કે કીડીને શબ્દોનું જ્ઞાન નથી. કાન નહીં હોવાથી ‘આ વસ્તુ મારે ખાવા લાયક છે'' એવું સાંભળ્યું પણ નથી. છતાં પૂર્વભવમાં થયેલ તથાપ્રકારનાં શ્રુતનાં બળે ‘‘આ વસ્તુ મારે ખાવા લાયક છે.” એવું શ્રુતજ્ઞાન થાય છે. પછી એ તુરત જ સાકરનાં ટુકડા તરફ દોડીને તેને ચોંટી પડે છે. જો કીડીને શ્રુતજ્ઞાન ન હોય તો તે આ પ્રમાણે પ્રવૃતિ કરી શકે નહિ. પણ તેને આહારાદિ ગ્રહણનો જે અસ્પષ્ટ અધ્યવસાય થાય છે. તે જ બતાવે છે. કીડી વિગેરેને શ્રુતજ્ઞાન છે. આ પ્રમાણે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચરિન્દ્રિયમાં પણ સમજવું. (૩) અવધિજ્ઞાન :- અધિ મર્યાદા.
મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિનાં, સાક્ષાત્, આત્મા દ્વારા માત્ર રૂપી દ્રવ્યોને જાણવારૂપ મર્યાદાવાળો, જે બોધ થાય તે અવધિજ્ઞાન કહેવાય. (૪) મન:પર્યવજ્ઞાનઃ- મનઃ પર્યવ=મનનાં વિચારો.
મન અને ઇંદ્રિયની સહાયતાં વિનાં, અઢીદ્વીપમાં રહેલાં સંક્ષી પંચેન્દ્રિય (મનવાળા) જીવોનાં મનનાં વિચારો જેનાવડે જાણી શકાય તે મન:પર્યવજ્ઞાન કહેવાય. મનઃપર્યવ-જ્ઞાનનું બીજું નામ મન:પર્યયજ્ઞાન અથવા મન:પર્યાયજ્ઞાન છે.
સંજ્ઞી પંચેન્દ્રિય જીવ કોઇપણ વસ્તુનો વિચાર કરતી વખતે કાયયોગદ્વારા પોતે જે આકાશપ્રદેશમાં રહેલો હોય તે જ આકાશપ્રદેશમાંથી મનોયોગ્ય પુદ્ગલસ્કંધો (મનોદ્રવ્ય) ને ગ્રહણ કરીને, ચિંતનીય વસ્તુને અનુરૂપ^ પરિણમાવીને, તેનું જ અવલંબન (ટેકો) લઇને, તેને છોડી મૂકે છે. તે છૂટા પડેલાં પરિણત મનોદ્રવ્યને મન:પર્યવજ્ઞાની સ્પષ્ટ રીતે જોઇ શકે છે.
જેમ બંધ મકાનમાં બેઠેલો માણસ T.V. દ્વારા પરદેશમાં રમાતી મેચાદિનાં દૃશ્યોને જોઇ શકે છે. તેમ મન:પર્યવજ્ઞાની પોતાના સ્થાને બેઠો
A. સંજ્ઞી પંચેન્દ્રિય જ્યારે કોઇ પણ વસ્તુ સંબંધી વિચાર કરે છે ત્યારે વિચારણીય વસ્તુ પ્રમાણે મનોદ્રવ્ય જુદા જુદા આકારે ગોઠવાય છે. તેને દ્રવ્યમન કહેવાય અને મનરૂપે પરિણામ પામેલા પુદ્ગલોને છોડી દેવા તે વિચાર કહેવાય. એ વિચારને મન:પર્યવ જ્ઞાની અનુમાનથી જાણી શકે છે.
૪૪
For Private and Personal Use Only