________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યદ્યપિ અગ્નિના જીવોનું શરીર પણ તાપ આપે છે. પરંતુ અગ્નિના જીવોમાં આતાપનામકર્મનો ઉદય હોતો નથી. પણ ઉષ્ણસ્પર્શનામકર્મના ઉદયથી ગરમી આપે છે અને લાલવર્ણનામકર્મનાં ઉદયથી પ્રકાશ આપે છે, તેથી અગ્નિના જીવોમાં રહેલી ગરમી અને પ્રકાશનું કારણ આપનામકર્મ નથી. પણ ઉષ્ણસ્પર્શનામકર્મ અને ઉત્કટ લાલવર્ણનામકર્મ છે એમ સમજવું. ઉદ્યોત નામકર્મનું સ્વરૂપ :
अणुसिणपयासरुवं, जियंगमुजोअए इहुज्जोआ । जइदेवुत्तरविक्किअ-जोइस-खज्जोअमाइ व्व ॥४५॥ अनुष्णप्रकाशरुपं जीवाड्मुद्योतते इहोद्योतात् ।। यतिदेवोत्तरवैक्रिय ज्योतिष्क खद्योतादय इव ॥४५॥
ગાથાર્થ - અહીં ઉદ્યોતનામકર્મના ઉદયથી જીવનું શરીર અનુષ્ણ પ્રકાશરૂપ ઉદ્યોતને કરે છે. જેમ કે - યતિ અને દેવનું ઉત્તરક્રિયશરીર,
જ્યોતિષ્કમાં ચંદ્રાદિ વિમાનની નીચે રહેલા બાદર પૃથ્વીકાયના જીવોનું શરીર, આગિયા વગેરેનું શરીર. વિવેચન :- સ્ + 9ત્ ધાતુનો અર્થ પ્રકાશવું, ચમકવું થાય છે.
ઉદ્યોત= પ્રકાશ” જ્યોતિષ્કમંડળમાં ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાના વિમાનમાં રહેલા મણિરત્નોમાં બાદર પૃથ્વીકાયના જીવોનું શરીર, “આગીયાનું શરીર, લબ્ધિવંત મુનિમહારાજાનું ઉત્તરવૈક્રિયશરીર, દેવનું ઉત્તરવૈક્રિય શરીર તથા જે મણિરત્ન, ઔષધિ વગેરેનું શરીર ઠંડુ હોય અને તેમાંથી અનુષ્ણ પ્રકાશ નીકળતો હોય તો, તે પ્રકાશને શા.પ.માં “ઉદ્યોત” કહે છે. તેનું કારણ ઉદ્યોતનામકર્મ છે. એટલે, “જે કર્મના ઉદયથી જીવનું પોતાનું શરીર ઠંડુ હોય અને તેનો પ્રકાશ અનુષ્ણ હોય તે ઉદ્યોતનામકર્મ કહેવાય.” અગુરુલઘુ અને તીર્થંકર નામકર્મનું સ્વરૂપ -
अंगं न गुरु न लहुअं, जायइ जीवस्स अगुरुलहुउदया। तित्थेण तिहुअणस्स वि, पुज्जो से उदओ केवलिणो ॥४६॥ A. આગિયા એ ચઉરિન્દ્રિય જીવ છે.
૧૯૯
For Private and Personal Use Only