________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अंगं न गुरु न लघु जायते जीवस्यागुरुलघूदयात् । तीर्थेन त्रिभुवनस्यापि पूज्यस्तस्योदयः केवलिनः ॥४॥
ગાથાર્થ - અગુરુલઘુનામકર્મના ઉદયથી જીવનું શરીર અત્યંત ભારે ન હોય તેમજ અત્યંત હલકુ પણ ન હોય. તીર્થકરનામકર્મના ઉદયથી આત્મા ત્રણ ભુવનના પ્રાણીઓને પણ પૂજ્ય હોય છે. અને તેનો ઉદય માત્ર કેવળજ્ઞાનીને હોય છે.
વિવેચન - ગુરુ = અત્યંત ભારે, લઘુ = અત્યંત હલકુ. પુગલદ્રવ્યમાં ગુરુ = ભારે પડ્યું અને લઘુ = હલકાપણું હોય છે.
શ્રી લોકપ્રકાશ ગ્રન્થમાં કહ્યું છે કે ઔદારિકાદિ પુદ્ગલ સ્કંધોમાં પાંચવર્ણ, પાંચરસ, બે ગંધ અને આઠસ્પર્શ હોવાથી ઔદારિકાદિ ચારે પ્રકારનાં પુદ્ગલસ્કંધો ગુરુસ્પર્શી = વજનદાર અને લઘુસ્પર્શી = હલકા હોય છે. તેમાં, (૧) નીચી ગતિ કરવાના સ્વભાવવાળો જે પુદ્ગલસ્કંધ હોય તે ગુરુપરિણામી કહેવાય. દા. ત. માટીનું ઢેફુ. (૨) ઉર્ધ્વગમન કરવાના સ્વભાવવાળો જે પુગલસ્કંધ હોય તે લઘુપરિણામી કહેવાય. દા. ત. દીપકની જ્યોત. (૩) તિરછી ગતિ કરવાના સ્વભાવવાળો જે પુદગલસ્કંધ હોય તે ગુરુલઘુ પરિણામી કહેવાય. દા. ત. વાયુ. (૪) આ ત્રણે પ્રકારની ગતિ ક્રિયાત્મક સ્વભાવથી રહિત અને સુખપૂર્વક ગમનાદિ ક્રિયા કરવાના સ્વભાવવાળો જે પુદ્ગલસ્કંધ હોય તે અગુરુલઘુપરિણામી કહેવાય. દા.ત. જીવનું શરીર,
આ ચારે પ્રકારનો સ્વભાવ કેટલાક ઔદારિકાદિ સ્થૂલ [બાદર] પરિણામી પુદ્ગલસ્કંધોમાં ઘટી શકે છે. તેમાં ઔદારિકાદિ પુદ્ગલસ્કંધોનું બનેલુ ઔદારિકાદિ શરીર રૂ ની જેમ હવામાં ઉડી જાય તેવું અત્યંત હલકુ નથી કે ઉચકવામાં અત્યંત ભારે પડે તેવું નથી. પરંતુ સુખપૂર્વક ગમનાદિ ક્રિયા કરી શકે તેવું હોવાથી તેને “અગુરુલઘુ પરિણામી” કહ્યું છે. અગુરુલઘુપરિણામ એ કાર્ય છે. તેનું કારણ અગુરુલઘુનામકર્મ છે.
જે કર્મના ઉદયથી જીવને પોતાનું શરીર લોઢાના ગોળા જેવું અત્યંત ભારે ન લાગે, કે રૂ જેવુ અત્યંત હલકુ ન લાગે તેમજ શરીરનો અમુક ભાગ ગુરુ અને
૨
)
For Private and Personal Use Only