________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્યામવર્ણનાં આદેશ્વર-ભગવાન છે, જિનાલયમાં કોતરણી ખૂબ જ સુંદર છે. નવટુંક, સુરજકુંડાદિ દેખાતા નથી માટે “આબુનું જિનાલય હોવું જોઇએ શત્રુંજયનું ન હોય’’ એવી વિચારણાવાળું જે જ્ઞાન તે “મનોજન્યઈહા” કહેવાય. ત્યારપછી, “આ આબુનું જ જિનાલય છે. શત્રુંજયનું નહીં’ એવુ નિર્ણયાત્મક જે જ્ઞાન તે “મનોજન્ચાપાય” કહેવાય. ત્યારપછી, “પહાડ ઉપર શ્યામવર્ણનાં આદેશ્વ૨ભગવાનવાળું બાવનજિનાલય દેલવાડામાં જ છે” એવું વર્ષો સુધી યાદ રાખવું તે “મનોજન્યધારણા' કહેવાય.
આમ, કોઇપણ વસ્તુનું જ્ઞાન આપણને અવગ્રહાદિનાં ક્રમે જ થાય છે. પરંતુ કમળનાં સો પત્રનાં ભેદની જેમ અતિ શીવ્રતાથી થતુ હોવાથી આપણને અવગ્રહાદિનો ખ્યાલ આવતો નથી સીધો અપાય જ થતો હોય એવુ લાગે છે. પણ વ્યંજનાવગ્રહ વિના અર્થાવગ્રહ ન થાય, અર્થાવગ્રહ વિના ઈહા ન થાય, ઈહા વિના અપાય ન થાય, અને અપાય વિના ધારણા થતા નથી. માટે વ્યંજનાવગ્રહાદિનાં ક્રમે સ્પર્શેન્દ્રિયજન્યાદિ મતિજ્ઞાનની ઉત્પત્તિ થતી હોવાથી, સ્પર્શેન્દ્રિયજન્ય મતિજ્ઞાનના વ્યંજનાવગ્રહાદિ -૫ રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાનના વ્યંજનાવગ્રહાદિ -૫ ઘ્રાણેન્દ્રિયજન્ય મતિજ્ઞાનના વ્યંજનાવગ્રહાદિ -૫ શ્રોત્રેન્દ્રિયજન્ય મતિજ્ઞાનના વ્યંજનાવગ્રહાદિ -૫ ચક્ષુરિન્દ્રિયજન્ય મતિજ્ઞાનના વ્યંજનાવગ્રહાદિ મનોજન્મમતિજ્ઞાનના વ્યંજનાવગ્રહાદિ
-૪
-૪
મતિજ્ઞાનનાં કુલ ૨૮ ભેદ થયાં.
A. સ્વપ્રમાં ઇન્દ્રિયનો વ્યાપાર (પ્રવૃતિ) હોતો નથી પરંતુ મનની વિચારણા જ હોય છે. એટલે કેવલ મની વિચારણા દ્વારા અવગ્રહાદિના ક્રમે જે વસ્તુનુ મતિજ્ઞાન થાય તે મનોજન્મમતિજ્ઞાન કહેવાય. તેમજ કોઇ વસ્તુનું વિસ્મરણ થઇ ગયા પછી અવગ્રહાદિના ક્રમે તે વસ્તુનું સ્મરણ થતા જે મતિજ્ઞાન થાય તે મનોજન્યમતિજ્ઞાન કહેવાય.
દા.ત. ‘‘આ વ્યક્તિને મેં ક્યાંક જોયેલી છે” એવું જે સ્મરણ થાય તે મનોજન્ય અર્થાવગ્રહ, પછી ચિત્તની એકાગ્રતાથી તદ્ગત ધર્મોનું સ્મરણ થાય તે મનોજન્ય ઈહા, પછી ધર્મનાં સ્મરણથી આ તે જ વ્યક્તિ છે એવો જે નિર્ણય થાય તે મનોજન્યાપાય કહેવાય. પછી તેના સંસ્કાર પડી જાય તે મનોજન્ય ધારણા કહેવાય. આમાં ઇન્દ્રિયનો વ્યાપાર હોતો નથી માત્ર મનનો વ્યાપાર હોય છે.
(જુઓ દ્રવ્યલોકપ્રકાશ સર્ગ-૩ શ્લોકનં.-૭૨૨-૭૨૩)
૬૩
For Private and Personal Use Only