________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્પષ્ટ બોધ થાય તે “ધ્રાણેન્દ્રિયજન્ય અર્થાવગ્રહ” કહેવાય. ત્યારપછી, બગીચામાં ફૂલ દેખાય છે. ચંદનવૃક્ષો દેખાતાં નથી માટે “ફૂલની સુગંધ હોવી જોઇએ ચંદનની નહીં” આવી વિચારણાવાળું જે જ્ઞાન તે “ધ્રાણેન્દ્રિય ઈહા” કહેવાય. ત્યારપછી, “આ સુગંધ ફૂલની જ છે. ચંદનની નથી” એવું નિર્ણાયાત્મક જે જ્ઞાન તે “ધ્રાણેજિયજન્યાપાય” કહેવાય. ત્યારપછી, “આવી સુગંધવાળી વસ્તુને ગુલાબ કહેવાય” એવું વર્ષો સુધી યાદ રાખવું તે “ધ્રાણેન્દ્રિયજન્યધારણા” કહેવાય. ૪. ચક્ષુરિન્દ્રિયજન્ય અવગ્રહાદિની સમજુતિ :
રસ્તામાં ચાલતા “સામે કાંઈક દેખાય છે” એવો જે અસ્પષ્ટ બોધ થયો તે ચક્ષુરિન્દ્રિયજન્ય અર્થાવગ્રહ કહેવાય. ત્યારપછી, એ સ્થિર છે, ઉપર કાગડો બેઠો છે, પણ હલન-ચલનની ક્રિયા દેખાતી નથી માટે “વૃક્ષનું ઠુંઠું હોવું જોઇએ, માસણ ન હોય” આવી વિચારણાવાળું જે જ્ઞાન તે
ચક્ષુરિન્દ્રિયજન્ય ઈહા” કહેવાય. ત્યારપછી, “આ વૃક્ષનું ઠુંઠું જ છે. માણસ નથી” એવું નિર્ણયાત્મક જે જ્ઞાન તે “ ચક્ષુરિન્દ્રિયજન્યાપા” કહેવાય. ત્યારપછી, “આવા આકારવાળી વસ્તુને ઠુંઠું જ કહેવાય એવું વર્ષો સુધી યાદ રાખવું તે “ચક્ષુરિન્દ્રિયજન્ય ધારણા” કહેવાય. પ. શ્રોત્રેન્દ્રિયજન્ય અવગ્રહાદિની સમજુતિ -
ઊંઘતા માણસને કોઈ વ્યક્તિ બે ચાર બૂમ પાડે ત્યારે “ક્યાંકથી અવાજ આવી રહ્યો છે” એવું જે અસ્પષ્ટજ્ઞાન થાય તે “શ્રોત્રેન્દ્રિયજન્ય અર્થાવગ્રહ” કહેવાય. ત્યારપછી, એ અવાજ મધુર છે, તણો છે, ગંભીર નથી માટે તે “સ્ત્રીનો અવાજ હોવો જોઈએ પુરુષનો ન હોય” એવી વિચારણાવાળું જે જ્ઞાન તે “શ્રોત્રેન્દ્રિયજન્ય ઈહા” કહેવાય. ત્યારપછી, “આ સ્ત્રીનો જ અવાજ છે પુરુષનો નથી એવું નિર્ણાયાત્મક જે જ્ઞાન તે “શ્રોત્રેન્દ્રિયજન્યાપાય” કહેવાય. ત્યારપછી “આવો મધુર અવાજ સીનો જ હોય” એવુ વર્ષો સુધી યાદ રાખવું તે શ્રોત્રેન્દ્રિયજન્યધારણા કહેવાય. ૬. મનોજન્યઅવગ્રહાદિની સમજુતિ :
“મેં સ્વપ્નમાં કાંઇક જોયું” એવો જે અસ્પષ્ટબોધ થાય તે “મનોજન્ય અર્થાવગ્રહ” કહેવાય. ત્યારપછી, પહાડ ઉપર બાવન જિનાલયમાં
૬૨
For Private and Personal Use Only