________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવાબઃ-પ્રજ્ઞાપના સૂત્રનાં ત્રીશમા પદની અંદર શ્રુતજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાનમાં પશ્યતા કહી છે. “પશ્યતાનો અર્થ સારી રીતે જોવું એવો થાય છે.” માટે પશ્યતાની અપેક્ષાએ શ્રુતજ્ઞાની તથા મન:પર્યવજ્ઞાની જુએ છે. એમ કહેવાય છે. (જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગાથા નં.૫૫૫-૮૮૨) પ્રશ્ન:-પ૩ “સંક્ષેપથી ઈદ્રિયદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન એમ ત્રણ ભેદ બતાવવા જોઈએ. અથવા વિસ્તારથી સ્પર્શનદર્શનાદિ ૮ ભેદ બતાવવા જોઇએ. તેને બદલે ચક્ષુદર્શનાદિ ચાર ભેદ કેમ બતાવ્યા?” જવાબ-લોકવ્યવહારમાં ચક્ષુની પ્રધાનતા હોવાથી, ચક્ષુદ્વારા થતા સામાન્યબોધને ચક્ષુદર્શન કહીને, બાકીની ઇન્દ્રિયો તથા મન દ્વારા થતા સામાન્ય બોધને વિસ્તારના ભયથી ભિન્ન ભિન્ન દર્શનરૂપે ન બતાવતાં લાવવા માટે તે સર્વેનો અચક્ષુદર્શનમાં સમાવેશ કરેલો છે. તેથી દર્શનના ૪ ભેદ જ યોગ્ય છે. પ્રશ્ન :- ૫૪ દર્શનગુણ ચક્ષુદર્શનાદિ ચાર વિભાગમાં વહેંચાયેલો હોવાથી દર્શનાવરણીયકર્મ ચાર પ્રકારે જ હોય ને? તો દર્શનાવરણીય કર્મ નવ પ્રકારે કેમ કહ્યું છે? જવાબ:- ચક્ષુ-અચક્ષુદર્શન કર્મો દ્વારા ઢંકાઈ જવા છતાં યત્કિંચિત્ દર્શનશક્તિ તો અવશ્ય ખુલી રહી જાય છે. તેથી જીવ ચક્ષુરિન્દ્રિયાદિ દ્વારા જોવું, સાંભળવું વગેરે પ્રવૃત્તિરૂપ દર્શનોપયોગમાં પ્રવર્તે છે. પરંતુ તેને અટકાવી દેવાનું કામ નિદ્રા કરે છે. તેથી નિદ્રાને દર્શનાવરણીયકર્મ કહ્યું છે. તે પાંચ પ્રકારે હોવાથી નિદ્રા નામનું દર્શનાવરણીયકર્મ પાંચ પ્રકારે કહ્યું છે. એટલે દર્શન ચાર પ્રકારે હોવા છતાં દર્શનાવરણીયકર્મ નવ પ્રકારે કહ્યું છે. પ્રશ્નઃ-પ૫ “નિદ્રાપંચક જેમ દર્શનગુણનો ઘાત કરે છે. તેમ જ્ઞાનગુણનો પણ ઘાત કરે છે છતાં તેને જ્ઞાનાવરણીયમાં ન ગણતાં દર્શનાવરણીયમાં કેમ ગણી?” જવાબ:-ચક્ષુ-અચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલી દર્શન શક્તિને લીધે, જીવ ચક્ષુરિન્દ્રિયાદિ દ્વારા જોવુ, સાંભળવુ વગેરે પ્રવૃત્તિ રૂપ દર્શનોપયોગમાં પ્રવર્તે છે તેને અટકાવી દેવાનું કામ નિદ્રા કરે છે. કારણ કે નિદ્રાના ઉદય વખતે જીવ નિશ્રેષ્ટ બની જાય છે. તે વખતે ઈદ્રિયોનો સામાન્ય વ્યાપાર પણ બંધ થઈ જાય છે. નિદ્રાધીન માણસની પાસે બેસીને સ્પર્શ કરવા છતાં તેને ખ્યાલ આવતો નથી કે “મને કોઈક માણસ સ્પર્શ કરી રહ્યો છે.” એટલે ભૂલ દર્શનોપયોગ અટકી જતાં
૨૫૫
For Private and Personal Use Only