________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનોપયોગ તો આપો આપ અટકી જાય. કારણ કે ઇન્દ્રિયોનાં સામાન્ય વ્યાપાર વિના વિશેષ વ્યાપાર કયાંથી હોય? જે દર્શનોપયોગને અટકાવે તે જ્ઞાનોપયોગને અવશ્ય અટકાવે પણ જે જ્ઞાનોપયોગને અટકાવે તે દર્શનોપયોગને અટકાવે જ એવો નિયમ નથી. માટે જો નિદ્રાને જ્ઞાનાવરણીયકર્મમાં ગણવામાં આવે તો, તે જ્ઞાનની સાથે દર્શનગુણનો ઘાત કરે છે. એવો સ્પષ્ટ બોધ ન થાય. પણ જો નિદ્રાને દર્શનાવરણીયકર્મમાં ગણવામાં આવે તો, તે દર્શનની સાથે જ્ઞાનની વાત કરે છે. એવો સ્પષ્ટ બોધ થાય છે. માટે નિદ્રાને જ્ઞાનાવરણીયમાં ન ગણતા દર્શનાવરણીયકર્મમાં ગણી છે. પ્રશ્ન-પ૬ “ચક્ષુ - અચક્ષુદર્શનાવરણીયકર્મ ક્ષાયોપથમિક દર્શન શક્તિને દબાવે છે અને નિદ્રા પણ ક્ષયોપથમિક દર્શન શક્તિને દબાવે છે તો એ બેમાં ભેદ ક્યાં રહ્યો?” જવાબ:-ચક્ષુ - અચક્ષુદર્શનાવરણીયકર્મલાયોપથમિક દર્શનશક્તિને મૂળથી દબાવે છે. તેથી જીવનેદ્રવ્યેન્દ્રિય મળતી નથી અને દ્રવ્યેન્દ્રિયામલે તો પણ તેમાં સ્વયોગ્ય કાર્ય કરવાની શક્તિ નાશ પામી જાય છે. અને નિદ્રાચિક ચક્ષુ - અચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલી દર્શન શક્તિને દબાવે છે. તેથી નિદ્રાનો ઉદય થતાં ઇન્દ્રિયો પોતાનું કામ કરતી અટકી જાય છે એટલે દર્શનોપયોગ અટકી જાય છે. પરંતુ ઇન્દ્રિયોમાં સ્વ યોગ્ય કાર્ય કરવાની શક્તિ નાશ પામતી નથી. જ્યારે ચાલુ - અચકું દર્શનાવરણીય કર્મ તો ઇન્દ્રિયમાં સ્વ યોગ્ય કાર્ય કરવાની શક્તિનો નાશ કરે છે. માટે તે બન્નેમાં ભેદ છે. પ્રશ્નઃ-પ૭“જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનાવરણીય કર્મનો તફાવત જણાવો.” જવાબઃ- જ્ઞાનાવરણીય કર્મ”
દર્શનાવરણીય કર્મ” (૧) વિશેષ બોધને અટકાવે છે. (૧) સામાન્ય બોધને અટકાવે છે. (૨) આંખે બાંધેલા પાટા જેવું છે. (૨) દ્વારપાળ જેવું છે. (૩) જેના ઉદયથી જીવને સાંભળેલું, (૩) જેના ઉદયથી જીવ આંધળો,બહેરો,
વાંચેલુ કે અનુભવેલું કાંઈ પણ બોબડો, લંગડો થાય.
યાદ ન રહે. પ્રશ્નઃ - ૫૮ “દર્શનમોહનીયકર્મ અને ચારિત્રમોહનીય કર્મમાં શું ફેર ?” જવાબ:- જિનેશ્વર ભગવંતોએ જે પદાર્થો જેવા સ્વરૂપે કહ્યાં છે તે પદાર્થ
૨૫૬
For Private and Personal Use Only