________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૪) વ્રત ઃ- “હિંસાદિ પાપોથી અટકવું” અથવા “અણુવ્રત કે મહાવ્રતનું પાલન કરવું તે વ્રત કહેવાય.''
(૫) યોગઃ- આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ કહેવાય. દા. ત. વિનય, સ્વાધ્યાયાદિનું વારંવાર સેવન કરવું, મન-વચન-કાયાને અશુભમાર્ગથી રોકીને શુભમાર્ગમાં જોડવું તે યોગ કહેવાય. “ઇચ્છા, મિચ્છાદિ દશ પ્રકારની સાધુ સમાચારીનું પાલન કરવુ તે સંયમયોગ કહેવાય.' (૬) કષાયવિજયી :- “કષાયને જીતનાર.”
ક્રોધાદિ કષાયોના નિમિત્તો મળવા છતાં પણ કષાયભાવને ઉત્પન્ન ન થવા દે તે કષાયવિજયી કહેવાય.
(૭) દાન :- સુપાત્રને પૂજ્યબુદ્ધિથી આહાર, વસ્ત્ર, પાત્રાદિનું દાન આપવું તે સુપાત્રદાન કહેવાય. રોગી, અપંગ, નિરાધારને ઔષાધિ વગેરેનું દાન કરવું તે અનુકમ્પાદાન કહેવાય. જે જીવ ભયથી વ્યાકૂળ હોય તેને ભયમુકત કરવો તે અભયદાન કહેવાય. ભૂખ્યા, તરસ્યાને અન્નપાણી આપવા તે અન્નદાન કહેવાય. સુપાત્રદાનાદિમાં અભયદાન શ્રેષ્ઠ છે.
(૮) દૃઢધર્મી :- વ્રત, નિયમ, અનુષ્ઠાન, તપાદિ સાધનામાં આપત્તિઓ આવે તો પણ ડરવું નહીં તે દૃઢધર્મી, આદિ શબ્દથી બાળ વૃદ્ધ, ગ્લાન (રોગી) વગેરેની વૈયાવચ્ચ કરનાર તથા શ્રી વીતરાગદેવની પૂજા કરનાર પણ શાતાવેદનીયકર્મને બાંધે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાતાવેદનીયકર્મબંધના કારણોથી વિપરીત કારણો દ્વારા જીવ અશાતાવેદનીયકર્મને બાંધે છે. જેમકે ગુરુઓનો અનાદર કરવો, અપરાધીની પ્રત્યે અપરાધનો બદલો વાળવાની કોશીષ કરવી. ક્રોધી, નિર્દય, ક્રૂરપરિણામ, વ્રત અને યોગથી રહિત, તીવ્રકષાયવાળો, સદ્ધધર્મનાં કાર્યો કરવામાં પ્રમાદી હોય.. હાથી, ઘોડા, બળદ વગેરેનું નિર્દયદમન વડે વાહન કરનાર, તેના અવયવોને છેદનાર, પોતાને કે બીજાને દુઃખ, શોક, સંતાપ વધ, આક્રંદનાદિ કરનાર જીવ અશાતાવેદનીયકર્મને બાંધે છે.
A. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે, વીતરાગની પૂજા, ગુરુની ઉપાસના, પાત્રને વિષે દાન,દયા,ક્ષમા, સરાગસંયમ,દેશવિરતિ, અકામ નિર્જરા શૌચ (વ્રતાદિને વિષે દોષ ન લગાડવા) અજ્ઞાનયુકત તપ તે શાતાવેદનીયકર્મબંધના હેતુઓ છે. દુઃખ, શોક, વધ, સંતાપ, આક્રંદન, અને સ્વ તથા ૫૨ને વિષે ઉભયને વિષે, શોક કરવો તે અશાતાવેદનીય કર્મના હેતુઓ છે.
૨૨૭
For Private and Personal Use Only