________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છેવટના બે અર્થ થાય છે. (૧) સેવાર્ત (૨) છેદસ્કૃષ્ટ. (૧) જે સ્નિગ્ધભોજન કે તેલની માલિશાદિ સેવાની નિત્યે અપેક્ષા રાખતું હોય તે સેવાર્ત- સંઘયણ કહેવાય. (૨) જેમાં માત્ર બે હાડકાના છેડા પરસ્પર અટકીને રહેલા હોય તે છેદસ્કૃષ્ટ સંઘયણ કહેવાય.
આ ૬ સંઘયણો ઔદારિકશરીરમાં જ હોય છે. વૈક્રિયાદિ-૪ શરીરમાં ન હોય કારણ કે તે ૪ શરીરમાં હાડકાં હોતા નથી. યદ્યપિ દારિકશરીરધારી સર્વે જીવોમાં પણ એકેન્દ્રિયને સંઘયણ હોતું નથી. વિકસેન્દ્રિયને છેવટું સંઘયણ હોય છે. અને ગર્ભજ તિર્યંચ તથા ગર્ભજ મનુષ્યને ૬ સંઘયણ હોય. પરંતુ હાલમાં આપણને સૌને છેવટું સંઘયણ જ હોય છે.
જો સંઘયણ નામકર્મને માનવામાં ન આવે તો, વિશિષ્ટ હાડકાની રચના વિના શરીરનો બાંધો મજબૂત બનતો નથી. અને શરીરનો બાંધો મજબૂત ન હોય તો મન મજબૂત બનતું નથી. તેથી જીવ સારા કે ખરાબ કોઇપણ કાર્યોમાં વર્ષોલ્લાસ ફોરવી શકતો નથી. જો કે આત્મામાં અનંતવીર્ય [શકિત] છે. પરંતુ તેને પ્રગટ કરવા માટે શરીરનો બાંધો મજબૂત જોઇએ. જો શરીરનો બાંધો અતિશય મજબૂત હોય તો જીવ અત્યંત વર્ષોલ્લાસ ફોરવીને મારા અંતર્મુહૂર્તકાળમાં ઘાતકર્મોનો ક્ષય કરી શકે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે વજઋષભનારાચ સંઘયણ વાળો જીવ જ ક્ષપકશ્રેણી માંડી શકે છે. અને સાતમી નરક સુધી જઈ શકે છે. એટલે વજઋષભનારાચ સંઘયણ એ મોક્ષપ્રાપ્તિનું અસાધારણ કારણ હોવાથી સંઘયણ નામકર્મ અવશ્ય માનવું જોઈએ. સંસ્થાન અને વર્ણનામકર્મના ભેદઃ
समचउरंसं निग्गोह-साइ-खुज्जाइ वामणं हुंडं । संठाणा वन्ना-किण्हनील लोहिय-हलिद्द-सिया ॥३९॥ समचतुरस्र न्यग्रोध-सादि - कुब्जानि वामनं हुंडं ।
સંસ્થાનાનિ વખr: M-ની-હિત-હારિદ્ર-સિતા રૂા. A. સેવા + &ત સેવાથી વ્યાપ્ત એટલેકે જેને સેવાની નિત્ય અપેક્ષા હોય તે સેવાર્ત કહેવાય. B. આગમમાં દેવોને વજઝષભનારા સંઘયણ કહ્યું છે. તે માત્ર શકિતની અપેક્ષાએ સમજવું કારણકે વજxaષભનારા સંઘયણવાળા મનુષ્યાદિની જેમ દેવનું શરીર પણ અતિશય મજબૂત હોવાથી દેવોને વજaષભનારાચ સંઘયણ કહ્યું છે.
૧૮૭
For Private and Personal Use Only