________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) મદનકોદ્રવનું ધાન્ય ખાંડવા છતાં પણ કેટલાક દાણામાંથી બીલકુલ ફોતરા દૂર થતાં નથી તેવા અશુદ્ધ ધાન્યનાં પુંજને ખાવાથી જીવને વિકાર ઉત્પન્ન થાય છે એટલે અશુદ્ધ કોદ્રવધાન્યની જેમ મિથ્યાત્વના દલિકોનો ભોગવટો કરતી વખતે જીવને વિકાર ઉત્પન્ન થાય છે. માટે “અશુદ્ધકોદ્રવના ધાન્ય જેવું મિથ્યાત્વમોહનીયકર્મ છે”
એમ ત્રણ પ્રકારે દર્શન મોહનીયકર્મ કહ્યું. સમ્યક્ત્વનું સ્વરૂપ :जिअ-अजिअ-पुण्ण-पावासव-संवर बंधमुक्ख निज्जरणा । जेणं सद्दहइ तय, सम्मं खइगाइबहुभेअं ॥ १५ ॥ जीवाऽजीवपुण्यपापाऽऽस्रवसंवर बन्धमोक्षनिर्जरणानि । येन श्रद्दधाति तत्सम्यक् क्षायिकादिबहुभेदम् ॥ १५ ॥
ગાથાર્થ :- જે કર્મના ઉદયથી જીવ, અજીવ, પુણય, પાપ, આશ્રવ, સંવર, બંધ, મોક્ષ અને નિર્જરા એ નવતત્ત્વ ઉપર જીવને શ્રદ્ધા થાય તે સમ્યકત્વ કહેવાય. તેના ક્ષાયિકાદિ ઘણા ભેદ છે.
વિવેચન :- (મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી ઉત્પન્ન થતાં આત્માના “વિશુદ્ધપરિણામને સમ્યકત્વ કહેવાય છે. સમ્યકત્વ ઉત્પન્ન થવાથી જીવને તત્ત્વો ઉપર સમ્યક્ શ્રદ્ધા કે રૂચિ ઉત્પન્ન થાય છે. માટે સમ્યક્ત્વનું કાર્ય “તત્ત્વશ્રદ્ધા” કે “તત્ત્વરૂચિ” છે. પણ અહીં કાર્યમાં કારણનો આરોપ કરીને તત્ત્વશ્રદ્ધારૂપ કાર્યને સમ્યક્ત્વ કહ્યું છે. '
સર્વજ્ઞ ભગવંતે જે વસ્તુ જેવા સ્વરૂપે કહી છે તે વસ્તુ તેવા જે સ્વરૂપે માનવી કે સ્વીકારવી તે સભ્યશ્રદ્ધા કહેવાય.” દા.ત. સર્વજ્ઞ ભગવંતે જીવાદિ તત્ત્વો હેયોપાદેયાદિ જે સ્વરૂપે બતાવ્યા છે. તે જ સ્વરૂપે માનવા તે સમ્યક શ્રદ્ધા કહેવાય. જીવાદિ તત્ત્વનું સ્વરૂપ :(૧) જીવ :- Aવેતનાતળો નીવઃ | જેનાથી વસ્તુ ઓળખાય
A. તત્ત્વાર્થમાં “ઉપયોો નક્ષ'' કહ્યું છે. નવતત્વમાં “નાણં ચ દંસણ” ગાથાથી જીવના લક્ષણમાં જ્ઞાનાદિ-૬ ગુણો તથા કર્મગ્રન્થમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય એ-૪ મૂળભૂત ગુણો બતાવ્યા છે. અહીં સર્વત્ર ભિન્નતા જણાય છે. પણ વિસંવાદ નથી કારણકે ચૈતન્ય એ જીવનો સ્વભાવ છે.
૧૧૪
For Private and Personal Use Only