________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાદિકાળથી દરેક સંસારીજીવ પ્રતિસમયે કામસ્કંધોને ગ્રહણ કરીને કર્મ અથવા કાર્મણશરીરરૂપે પરિણાવીને, જીવ પ્રદેશોની રચનાનુસારે પુદ્ગલપિંડ્ર બનાવતા હોવાથી પૂર્વપૂર્વના કાર્મણશરીર અથવા કર્મોની સાથે નવા નવા કાર્યણશરીર અથવા કર્મોનું જે જોડાણ થાય છે તે કાર્મણબંધન અથવા કર્મબંધ કહેવાય. તેનું કારણ કાર્મણબંધનનામકર્મ છે.
જે કર્મના ઉદયથી પૂર્વ પૂર્વના કાર્યણશરીરની સાથે નવા નવા કાર્મણશરીર અથવા કર્મોનું જોડાણ થાય છે તે કાર્મણબંધનનામકર્મ કહેવાય.”
આ રીતે, ઔદારિકાશિરીરનામકર્મની જેમ ઔદારિકાદિબંધન નામકર્મ પાંચ પ્રકારે છે.
જો બંધનનામકર્મને માનવામાં ન આવે તો પૂર્વના ઔદારિકાદિશરીરની સાથે ઔદારિકાદિ શરીરની રચનાનુ સારે થતાં નવા ઔદારિકાદિ પુગલપિંડનું જોડાણ ન થવાથી જેમ ફૂંડામાં રહેલો લોટ પવનનો ઝપાટો લાગતા ચારે તરફ વેરાઈ જાય છે. તેમ નવા પુદ્ગલો વેરાઈ જાય માટે બંધનનામકર્મ અવશ્ય માનવું જોઈએ. સંઘાતનનામકર્મના ભેદ :
जं संघायइ उरलाइपुग्गले तिणगणं व दंताली । तं संघायं बंधणमिव तणुनामेण पंचविहं ॥३५॥ यत्संघातयति औदारिकादि पुद्गलान् तृणगणमिव दंताली । तत्संघातं बन्धनमिव तनुनामा पञ्चविधम् ॥३५॥
ગાથાર્થ - જેમ દંતાલી ઘાસના સમુહને એકઠો કરે, તેમ જે ઔદારિકાદિ શરીરના પુલો (ઔદારિકાદિ શરીરની રચનાનુસારે) એકઠા કરે તે સંઘાતનનામકર્મ બંધનની જેમ શરીરનાં નામે પાંચ પ્રકારે છે.
વિવેચન - બંધનનામકર્મ ૫ પ્રકારે કહ્યું પણ ઔદારિકાદિ શરીર નામકર્મોદયથી ગ્રહણ કરેલા પુદ્ગલો જ્યાં સુધી શરીરની રચનાનુસારે પિંડરૂપે એકઠા ન થાય ત્યાં સુધી પૂર્વનાં ઔદારિકાદિપુગલપિંડની સાથે નવા પુગલપિંડનું જોડાણ થતું નથી માટે બંધનનામકર્મની જેમ શરીરના નામ પ્રમાણે સંઘાતનનામકર્મ પાંચ પ્રકારે કહ્યું છે.
ઉત્પત્તિસ્થાને આવેલો જીવ ઔદારિકશરીર નામકર્મોદયથી ઔદારિકશરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને, ઔદારિક શરીરરૂપે પરિણાવે છે. પછી જેમ
૧૮૦
For Private and Personal Use Only