________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દા. ત. મેં અમુક કામ કર્યું, અમુક કામ કરી રહ્યો છું અને અમૂક કામ કરીશ, એ રીતે, ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળનો વિચાર કરવાની જે શક્તિ તે દીર્ઘકાલિકીસંજ્ઞા.
(૨) હેતુવાદોપદેશિકી સંજ્ઞા ઃ- પોતાના શરીરનાં રક્ષણ માટે, ઇષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાં નિવૃત્તિ માટે, માત્ર વર્તમાનકાલિક વિચાર કરવાની શક્તિ તે હેતુવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય.
(૩) દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા :- વિશિષ્ટ શ્રુતજ્ઞાનનાં ક્ષયોપશમવાળા અને હેયોપાદેયની પ્રવૃત્તિવાળા સમ્યગ્દષ્ટિ જીવની વિચારણાને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા
કહેવાય.
આ રીતે ૩ સંજ્ઞા છે. તેમાં હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા જીવોને શાસ્ત્રકાર ભગવંતે સંશી નથી કહ્યા કારણ કે જેમ સામાન્ય જ રૂપ હોય તો તે રૂપાળોન કહેવાય. પરંતુ સારૂં રૂપ હોય તો જ તે રૂપાળો કહેવાય. સો બેસો રૂપિયા પાસે હોય તો તે ધનવાન ન કહેવાય. પણ લાખોપતિ હોય તો તે ધનવાન કહેવાય છે તેમ અહીં સંજ્ઞાવાળો હોય તે સંજ્ઞી ન કહેવાય. પણ પ્રશસ્ત (સારી) સંજ્ઞાવાળો હોય તે સંશી કહેવાય છે. એટલે હેતુવાદોપદેશિકીસંશાની અપેક્ષાએ દીર્ઘકાલિકીસંજ્ઞા વિશેષબોધરૂપ હોવાથી પ્રશસ્ત છે. માટે દીર્ઘકાલિકીસંજ્ઞાવાળા જીવોને સંજ્ઞી કહ્યા છે. આ સંજ્ઞાવાળા સર્વ જીવોને મન હોય છે. માટે તેઓ કોઇપણ પદાર્થને સારી રીતે જાણી કે વિચારી શકે છે. એટલે સારી રીતે જાણી કે વિચારી શકવાની શક્તિવાળા (મનવાળા)જીવોને સંશી કહેવાય. દીર્ઘકાલિકી સંજ્ઞા કરતાં પણ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા ઉત્તમ છે. માટે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા જીવો પણ સંશી કહેવાય. સંશી જીવોનું જે શ્રુતજ્ઞાન તે સંશિશ્રુત કહેવાય. (૪) અસંશિશ્રુત :- મન વિના માત્ર ઇંદ્રિયથી ઉત્પન્ન થતું જે શ્રુતજ્ઞાન તે અસંશિશ્રુત કહેવાય.
મનવાળા જીવોને સંજ્ઞિશ્રુત હોય છે. અને મન વિનાનાં એકેન્દ્રિય વિકલેન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને અસંશિશ્રુત હોય છે.
A. સંશિન: સમના: તત્ત્વાર્થસૂત્ર-૨, ૨૧ ॥ टीका : यथा वाऽविशुद्ध चक्षुषो मन्द मन्द प्रकाश रूपोपलब्धिः ।
एवमसंज्ञिनः पञ्चेन्द्रियसंमूर्च्छनजस्यात्यल्प मनोद्रव्यग्रहण - शक्तेरर्थोपलब्धिः ॥ અર્થાત્ જેમ નબળા આંખવાળા મનુષ્યને અત્યંત ઝાંખા પ્રકાશમાં અસ્પષ્ટ રૂપ જણાય છે. તેમ અસંજ્ઞીપંચેન્દ્રિય સંમૂર્છિમને અત્યંત અલ્પ મનોદ્રવ્યને ગ્રહણ કરવાની શક્તિ હોવાથી પદાર્થનું અસ્પષ્ટ જ્ઞાન થાય છે.
૭૬
For Private and Personal Use Only