________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાધાન :- મંદબુદ્ધિવાળા શિષ્યને અક્ષરશ્રુત અને અનક્ષરશ્રુત એ બે ભેદમાત્રથી બાકીનાં ભેદનો બોધ થતો નથી. તેથી મંદબુદ્ધિવાળા શિષ્યને ભિન્નભિન્ન દૃષ્ટિથી બાકીનાં ભેદનો બોધ કરાવવા માટે ચૌદ ભેદ બતાવ્યા છે. તેમાં અક્ષરશ્રુત અને અનક્ષરશ્રુતથી ઉચ્ચાર અને લિપિરૂપ દ્રવ્યાક્ષરનો તથા લબ્ધિ= ઉપયોગરૂપ ભાવાક્ષરનો બોધ થાય છે. સસંશિશ્રુતથી સ્પષ્ટ અને અસંશિશ્રુતથી અસ્પષ્ટ ભાવશ્રુતનો બોધ થાય છે. સભ્યશ્રુત અને મિથ્યાશ્રુતથી તત્ત્વદૃષ્ટિએ યથાર્થ-અયથાર્થ ભાવશ્રુતનો બોધ થાય છે. સાદિ સાંત અને અનાદિ અનંત. એ ચાર ભેદ સમ્યભાવશ્રુતની અપેક્ષાએ બતાવેલા છે. ગમિક અગમિક એ બે ભેદ શાસ્ત્રીય દ્રવ્યશ્રુતનાં સમાનપાઠ અને અસમાનપાઠની અપેક્ષાએ બતાવેલાં છે. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ બે ભેદ દ્રવ્યશ્રુતનાં કર્તાની અપેક્ષાએ બતાવેલા છે. ગણધરકૃત શાસ્ત્રીય દ્રવ્યશ્રુત તે અંગ્રપ્રવિષ્ટ અને સ્થવિકૃત તે અંગબાહ્ય કહેવાય. આ પ્રમાણે ભિન્ન-ભિન્ન દૃષ્ટિથી ભેદનો બોધ થાય માટે ચૌદ ભેદ બતાવ્યા છે.
શંકા :- અક્ષરોથી જે અભિલાપ્ય ભાવોનો બોધ થાય તે અક્ષરશ્રુત કહ્યું તો શું અભિલાપ્ય સિવાયનાં બીજા ભાવો છે ?
સમાધાન :- શાસ્ત્રમાં બે પ્રકારનાં ભાવો વર્ણવ્યા છે. તેમાં શબ્દથી કહી શકાય એવા જે ભાવો છે તેને અભિલાપ્યભાવ કહેવાય અને શબ્દથી ન કહી શકાય એવા જે ભાવો છે તેને અનભિલાપ્યભાવ કહેવાય. અભિલાપ્યભાવ કરતાં અનભિલાપ્યભાવ અનંતગુણ છે. કે એટલે અભિલાપ્યભાવો અનભિલાપ્યભાવના અનંતમાં ભાગે છે. અને તે અભિલાપ્યભાવોનો અનંતમો ભાગ જ ચૌદપૂર્વરૂપ શ્રુતમાં ગણધર ભગવંતોએ રચેલો છે. કારણકે ચૌદપૂર્વી શબ્દની અપેક્ષાએ સમાનપણે ચૌદપૂર્વનાં જાણકાર હોવા છતાં ક્ષયોપશમની વિચિત્રતાથી શ્રુતગમ્ય અભિલાપ્યભાવની અપેક્ષાએ તેઓનું જ્ઞાન ન્યૂનાધિક હોય છે. ઉત્કૃષ્ટ ચૌદપૂર્વધર સર્વ અભિલાપ્ય વસ્તુને જાણે છે. બીજા ચૌદપૂર્વધરો હીન-હીનત૨૫ણે અભિલાપ્ય વસ્તુને જાણે ! માટે ઋચૌદ પૂર્વધરોના જ્ઞાનમાં ન્યૂનાધિકતા હોય છે. (૩) સંશિશ્રુત :- સંશા=સારી રીતે જાણવું.
સંજ્ઞાવાળા જીવોને સંશી કહેવાય.
સંજ્ઞા ૩ પ્રકારે છે.
(૧) દીર્ઘકાલિકીસંજ્ઞા :- દીર્ઘલાંબાકાળનો વિચાર કરવાની જે શક્તિ તે દીર્ઘકાલિકીસંજ્ઞા કહેવાય.
A. કહેવાય. જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૧૪૧, ૧૪૨, ૧૪૩.
૭૫
For Private and Personal Use Only