________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખોટી સાક્ષી પૂરનાર, ખોટા દસ્તાવેજ બનાવનાર, માન-પૂજા ખાતર તપ કરનાર જીવ તિર્યંચાયુષ્ય બાંધે છે.
જે જીવ સ્વભાવથી જ મંદકષાયવાળો હોય, દાન આપવાની રૂચિવાળો હોય, ક્ષમા, મૃદુતા, સરલતાદિ મધ્યમગુણોને ધારણ કરનાર, પ્રમાણિક જીવન જીવનાર, ન્યાયથી ધન મેળવનાર, સાંસારિક કાર્યોમાં ગાઢ આસક્તિ ન રાખનાર, ભદ્રિક પરિણામી જીવ મનુષ્યાયુષ્યને બાંધે છે.
ગાથામાં “ાિનો '' પદ આપ્યું છે. તેનું રહસ્ય એવું છે કે અધમગુણોથી નરકાયુષ્ય બંધાય છે. ઉત્તમગુણોથી દેવાયુષ્ય બંધાય છે અને મધ્યમગુણોથી મનુષ્યાયુષ્ય બંધાય છે. દેવાયુષ્ય અને નામકર્મના વિશેષબંધ હેતુઓ - अविरयमाई सुराउं, बालतवोऽकामनिज्जरो जयइ । सरलो अगार विल्लो, सुहनामं अन्नहा असुहं ॥५८॥ अविरतादिः सुरायुर्बालतपा अकामनिर्जरो जयति । सरलोडगौरववान शुभनाम अन्यथाऽशुभम् ॥१८॥
ગાથાર્થ:- અવિરતિ સમ્યગ્દષ્ટિ વગેરે (વૈમાનિક) દેવનું આયુષ્ય બાંધે છે. અજ્ઞાન તપ કરનાર અકામ નિર્જરાયુક્ત જીવ અસુરાદિદેવનું આયુષ્ય બાંધે છે. સરલ અને ગારવ (મોટાઈ) રહિત જીવ નામકર્મની શુભપ્રકૃતિઓ બાંધે છે. અને તેથી ઉલ્ટીરીતે નામકર્મની અશુભ પ્રવૃતિઓ બંધાય છે.
વિવેચનઃ- (૧) અવિરતિ સમ્યગદષ્ટિ મનુષ્ય કે તિર્યંચ, દેશવિરતિ શ્રાવક-શ્રાવિકા, સર્વવિરતિ સાધુ-સાધ્વીજી મહારાજ વૈમાનિકદેવનું
A. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે, ઉન્માર્ગનો ઉપદેશ, માર્ગનો નાશ, ગૂઢ અભિપ્રાય, આર્તધ્યાન, સશલ્ય, માયા, આરંભ, પરિગ્રહ, બ્રહ્મચર્યવ્રતમાં દોષ લગાડવા, નીલ, કાપોત લેશ્યા અને અપ્રત્યાખ્યાનીય કષાયો તિર્યંચાયુષ્યના બંધ હેતુઓ છે. B. અલ્પ પરિગ્રહી, અલ્પ આરંભી, સ્વાભાવિક મૃદુતા અને સરલતા કાપત અને પીતલેશ્યા, ધર્મ ધ્યાનમાં અનુરાગ, પ્રત્યાખ્યાનકષાય, મધ્યમ પરિણામ, દાન આપવું, દેવગુરૂની પૂજા કરવી, પૂર્વાલાપ, પ્રિય બોલવું, કઠણ તેમજ ગુંચવણવાળા પ્રશ્નોને સુખપૂર્વક સમજવાની લાયકાત, અને લોકવ્યવહારમાં મધ્યસ્થતા એ સર્વ મનુષ્યાયુષ્યના હેતુઓ છે.
૨૩૨
For Private and Personal Use Only