________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इति सप्तषष्टिबन्धोदये च न च सम्यमिश्रके बन्धे । बन्धोदये सत्तायां विंशं द्वाविंशं अष्ट पञ्चाशं शतम् ॥३१॥
ગાથાર્થઃ- આ પ્રમાણે નામકર્મની સડસઠ પ્રકૃતિઓ બંધ, ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ જાણવી. સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીય બંધને વિષે નથી. તેથી બંધને વિષે ૧૨૦, ઉદય, ઉદીરણાને વિષે ૧૨૨ અને સત્તાને વિષે ૧૫૮ પ્રકૃતિઓ જાણવી.
વિવેચન “પ્રતિ સમયે ગ્રહણ કરાતાં કર્મ પુદ્ગલોનો આત્માની સાથે ક્ષીરનીરવત્ અથવા લોહાગ્નિવત્ સંબંધ થવો તે બંધ કહેવાય.” (૨) “કર્મના ફળનો અનુભવ કરવો તે ઉદય કહેવાય.”
(૩) “ઉદયમાં નહીં આવેલા કર્મ પુદ્ગલોને બળાત્કારે ઉદયમાં લાવીને ભોગવવા -- તે ઉદીરણા કહેવાય.”
(૪) “આત્મા પર કર્મપુદ્ગલોનું જે અસ્તિત્ત્વ તે સત્તા કહેવાય.” - અહીં બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાની અપેક્ષાએ કર્મનાં ઉત્તરભેદની જુદી જુદી સંખ્યાબતાવી છે. કારણ કે બંધ, ઉદય અને ઉદીરણામાં નામકર્મની ૬૭ પ્રકૃતિ હોવાથી, બંધને વિષે, જ્ઞાનાવ પ+દર્શનાવવ-૯ર્વેદનીય-૨+મોહનીય-૨૬+ આયુષ્ય-૪+નામકર્મ-૬૭+ગોત્ર-૨+અંતરાય-પત્રકુલ ૧૨૦ પ્રકૃતિ હોય છે.” અને ઉદય, ઉદીરણામાં સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીય મળીને કુલ ૧૨૨ પ્રકૃતિ થાય છે. કારણ કે દર્શન મોહનીયકર્મમાં મિથ્યાત્વમોહનીય જ બંધાય છે. સમ્યકત્વમોહનીયકર્મ અને મિશ્રમોહનીયકર્મ બંધાતું નથી પણ ઉદયમાં હોય છે. માટે “ઉદય ઉદીરણામાં, જ્ઞાના--પ+ દર્શનાબે-૯+વેદનીય-૨મોહનીય૨૮+આયુ.૪ન્નામકર્મ-૬૭+ગોત્ર-૨+અંતરાય-પ= કુલ ૧૨૨ પ્રકૃતિ હોય
છે.”
પૂર્વાચાર્યોએ નામકર્મમાં બંધનનામકર્મ, સંઘાતનનામકર્મ અને વર્ણાદિના પેટભેદની ગણતરી બંધ, ઉદય અને ઉદીરણામાં કરી નથી. પરંતુ સત્તામાં કરી છે. તેથી “સત્તામાં જ્ઞાના૦-૫+દર્શના૦-૯ર્વેદનીય-૨+મોહનીય-૨૮+ આયુ૪નામ-૧૦૩ગોત્ર-૨+અંતરાય-૫ કુલ ૧૫૮ પ્રકૃતિ હોય છે.”
પંચસંગ્રહકારના મતે” સત્તામાં નામકર્મની ૯૩ પ્રકૃતિ ગણતા આઠ કર્મની કુલ “૧૪૮” પ્રકૃતિ થાય છે અને “શર્મર્ષિના મતે સત્તામાં નામકર્મની
૧૬૬
For Private and Personal Use Only