________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્પર્શીને રહેલો હોય તે આકાશ પ્રદેશમાંથી મનોદ્રવ્યને ગ્રહણ કરીને ઘટાકારે પરિણામાવીને આકાશમાં છોડી મૂકે છે. પરિણામ પામીને [ગોઠવાઇને છૂટા પડેલાં તે મનોદ્રવ્યને જોઈને વિપુલમતિ મન:પર્યવજ્ઞાની અનુમાન કરે છે કે કુંભાર હાલમાં, દ્રવ્યથી માટીનો, ક્ષેત્રથી અમદાવાદી, કાળથી શિયાળુ, ભાવથી લાલવર્ણનો ઘટ બનાવવાનો વિચાર કરી રહ્યો છે. આ રીતે, વિશેષસ્વરૂપે પદાર્થને જાણે તે વિપુલમતિ મન:પર્યવજ્ઞાની કહેવાય. મન:પર્યવજ્ઞાન અપ્રમત્ત સંયમીનેજ થાય છે.
તીર્થંકરભગવંતને તો દીક્ષા લેતી વખતે ““કરેમિ ભંતે” પાઠનું ઉચ્ચારણ કરતી વખતે જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને આશ્રયીને મન:પર્યવજ્ઞાન ૪ પ્રકારે છે. (૧) દ્રવ્યથી - જામતિ મનોદ્રવ્યનાં અનંતાનંત પ્રદેશવાળા સ્કંધોને જાણે અને દેખે. વિપુલમતિ તે જ સ્કંધોને અત્યંત સ્પષ્ટ જાણે અને દેખે. (૨) ક્ષેત્રથી - ઋજુમતિ અધોલોકમાં અધોગ્રામસુધી, ઉર્ધ્વલોકમાં
જ્યોતિશ્ચક્રના ઉપરના તળીયા સુધી, તિસ્કૃલોકમાં અઢીદ્વીપ અને બે સમુદ્રમાં રહેલા સંજીવોના મનના વિચારોને જાણે તથા દેખે, વિપુલમતિ તે જ ક્ષેત્રને લંબાઇ-પહોળાઈ અને જાડાઇમાં અઢીઆંગળ અધિક અને નિર્મળપણે જાણે અને દેખે. (૩) કાળથી :- ઋજુમતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ભૂતકાળમાં થયેલા અને ભવિષ્યકાળમાં થનાર મનોગત ભાવને જાણે અને દેખે. દા.ત. કુંભારે ઘટ બનાવવાનો વિચાર કર્યો હોય ત્યારે મનોદ્રવ્યને ગ્રહણ કરીને, ઘટાકારે પરિણાવીને છોડી મૂકેલા તે મનોદ્રવ્યને જુમતિ મન:પર્યવજ્ઞાની પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કાળ સુધી દેખી શકે તથા જાણી શકે. A. આ પ્રમાણે ભગવતીસૂત્ર, નંદીસત્ર, વિશેષાવશ્યકવૃત્તિ અને કર્મગ્રન્થવૃત્તિમાં કહ્યું છે તથા પ્રવચનસારોદ્ધારવૃત્તિ, ઉપપાતિકવૃત્તિ અને જ્ઞાનસૂરિ કૃત આવશ્યકની ચૂર્ણમાં કહ્યું છે કે જુમતિ અઢી આગળ ન્યૂન અઢીદ્વિીપમાં રહેલા સંશીજીવોનાં મનનાં વિચારોને જાણે વિપુલમતિ એનાથી અઢી આંગળ અધિકક્ષેત્રમાં રહેલા સંજ્ઞીજીવનાં મનના વિચારોને જાણે.
૮૯
For Private and Personal Use Only