________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્વાદવાળી અવસ્થામાં ઉત્પન્ન થતાં આત્મિક પરિણામને સાસ્વાદન
સમ્યક્ત્વ કહેવાય છે.”
સાસ્વાદન સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટથી ૬ આવલિકાકાળ પૂરો થયા બાદ અવશ્ય અશુદ્ધપુંજનો ઉદય શરૂ થઈ જવાથી જીવ મિથ્યાત્વે ચાલ્યો જાય છે. વેદક સમ્યક્ત્વ :
(s)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ જીવને સમ્યક્ત્વમોહનીયના છેલ્લા સમયના પુદ્ગલોનું વેદન કરતી વખતે ઉત્પન્ન થતાં વિશુદ્ધપરિણામને વેદક સમ્યક્ત્વ કહેવાય છે.
ક્ષયોપશમસમ્યક્ત્વનાં છેલ્લા સમયે સમ્યક્ત્વ મોહનીયના પુદ્ગલોનું માત્ર વેદન હોય છે. સત્તામાં સમ્યક્ત્વ મોહનીયકર્મના પુદ્ગલો નહિ હોવાથી ઉપશમ ન હોય માટે એને વેદક સમ્યક્ત્વ કહેવાય છે.
ક્ષયોપશમ સમ્મદૃષ્ટિ જીવને સમ્યક્ત્વ મોહનીયના છેલ્લા સમયનું દલિક ભોગવી રહ્યા બાદ તુરત જ ક્ષાયિકસમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. વેદકસમ્યક્ત્વનો કાળ “એકસમય” છે.
આ પ્રમાણે, સમ્યક્ત્વના ઘણા પ્રકાર છે. પરંતુ તે દરેકનો સમાવેશ ક્ષયોપશમ, ઉપશમ અને ક્ષાયિકમાં થઇ જવાથી મુખ્ય સમ્યક્ત્વ ૩ છે. વેદકસમ્યક્ત્વનો સમાવેશ ક્ષયોપશમ સમ્યક્ત્વમાં થઈ જાય છે. તથા સાસ્વાદન અને મિશ્ર એ વાસ્તવિકરીતે સમ્યક્ત્વ નથી. કારણ કે તેમાં તત્ત્વશ્રદ્ધા કે તત્ત્વરૂચિરૂપ સમ્યક્ત્વનું લક્ષણ ઘટતું નથી. માટે ક્ષાયિક, ક્ષયોપશમ અને ઉપશમ એ ત્રણ સમ્યક્ત્વ મુખ્ય છે. તેના લીધે જીવને નવ તત્ત્વો પ્રત્યે સમ્યક્શ્રદ્ધા કે તત્ત્વરુચિ થાય છે.
મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીયનું સ્વરૂપ :मीसा न रागदोसो, जिणधम्मे अंतमुहु जहा अन्ने । नालिअरदीवमणुणो, मिच्छं जिणधम्म विवरीअं ॥ १६ ॥ मिश्राद् न रागद्वेषौ जिनधर्मे अन्तर्मुहूर्तं यथा अन्ने । नालिकेरद्वीप मनुजस्य मिथ्यात्वं जिनधर्म विपरीतम् ॥ १६ ॥
ગાથાર્થ ઃ- જેવી રીતે નાલિકેર દ્વીપના મનુષ્યને અનાજ ઉપર રાગ
૧૨૦
For Private and Personal Use Only