________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭) બંધ :- કષાયનાં કારણે જીવની સાથે કર્મોનો ક્ષીરનીર કે લોહાગ્નિવત્ સંબંધ થવો તે બંધ કહેવાય. બંધતત્ત્વના ૪ ભેદ છે.
(૮) નિર્જરા - કર્મયુગલોનું આત્મપ્રદેશથી ખરવું, છૂટા પડવું તે નિર્જરા કહેવાય. ઠંડી, ગરમી, ભૂખ, તરસાદિને ઇચ્છાપૂર્વક સહન કરવાથી સકામનિર્જરા થાય છે. અને ઠંડી વગેરેને અનિચ્છાએ સહન કરવાથી અકામનિર્જરા થાય છે. નિર્જરાતત્ત્વનાં ૧૨ ભેદ છે.
(૯) મોક્ષ - સંપૂર્ણ કર્મનો ક્ષય તે મોક્ષ કહેવાય. મોક્ષતત્ત્વનાં ૯ ભેદ છે. આ નવતત્ત્વો પૈકી જીવ, અજીવ, શેય સ્વરૂપે છે. પાપ, આશ્રવ અને બંધ હેયસ્વરૂપે છે. સંવર, નિર્જરા અને મોક્ષ ઉપાદેય સ્વરૂપે છે. વ્યવહારિક દૃષ્ટિએ પુણ્ય ઉપાદેય સ્વરૂપે છે. અને નૈઋયિકદષ્ટિએ પુણ્ય હેયસ્વરૂપે છે. આ પ્રમાણે સર્વજ્ઞ ભગવંતોએ જે તત્ત્વો જે સ્વરૂપે કહ્યા છે. તે તત્ત્વો તે જ સ્વરૂપે માનવા તે સભ્યશ્રદ્ધા કહેવાય. તેનું કારણ સમ્યકત્વ છે.
સમ્યકત્વને લીધે જ્ઞાન અને દર્શન શુદ્ધ બને છે.
તેથી જીવ સર્વજ્ઞ ભગવંતે જે વસ્તુ જેવા સ્વરૂપે કહી છે તે વસ્તુ તેવા જ સ્વરૂપે ઓળખી કે જાણી શકે છે. અને સ્વીકારી શકે છે. સમ્યજ્ઞાન અને સમ્યગદર્શનની જોડી સમ્યફચારિત્રને ખેંચી લાવે છે. છે માટે “જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધિનું કારણ સમ્યકત્વ છે ? અર્થાત્ સજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યક્યારિત્રનું કારણ સમ્યકત્વ છે. સમ્યત્વ વિનાનું જ્ઞાન, દર્શન, ચારિત્ર અશુદ્ધ હોવાથી “એકડા વગરનાં મીંડા જેવું છે.” અભથ્થોને નવપૂર્વ સુધીનું જ્ઞાન હોય પણ સમ્યક્ત્વ ન હોવાથી તે જ્ઞાનને અજ્ઞાન જ કહેવાય છે. અને સમ્યકત્વસહિત ફક્ત અવચનમાતા જેટલું જ જ્ઞાન હોય તો પણ તેને જ્ઞાન કહેવાય છે. એટલે મિથ્યાત્વ અને સમ્યકત્વને લીધે જ્ઞાનગુણ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. (૧) અજ્ઞાન (૨) જ્ઞાન. (“અજ્ઞાન=કુત્સિતજ્ઞાન, સદસનાં વિવેક વગરનું જ્ઞાન.
અજ્ઞાનને શાસ્ત્રીય પરિભાષામાં “મિથ્યાજ્ઞાન” કહેવાય છે. તેનું કારણ મિથ્યાત્વ મોહનીયકર્મ છે.
૧ ૧૬
For Private and Personal Use Only