________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વખતે જેમ ઝુંપડીનાં છિદ્રો રહેતાં નથી, તેમજ વાદળથી ઘેરાયેલો મંદપ્રકાશ પણ રહેતો નથી. તેમ કેવળજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થઈ જાય છે ત્યારે કેવળજ્ઞાનના પ્રકાશની હાજરીમાં કેવળજ્ઞાનની પ્રભા(મંદપ્રકાશ) રૂ૫ મત્યાદિ ૪ જ્ઞાનો નાશ પામતા હોવાથી તે વખતે ઝુંપડીનાં છિદ્રરૂપ મત્યાદિજ્ઞાનનો ક્ષયોપશમભાવ ક્યાંથી હોય ? માટે, સ્વસ્વાવરણનો સંપૂર્ણ ક્ષય થયે છતે ક્ષાયિકભાવનાં મત્યાદિ-૪ જ્ઞાનો પ્રગટ થતા નથી. (૨) કેવળ = શુદ્ધ.
કેવળજ્ઞાન એ કર્મલ વિનાનું હોવાથી, તેને “શુદ્ધશાન” કહેવાય છે. કેવલ = સકલ. કેવલજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારથી જ જાણવા યોગ્ય સર્વ પદાર્થોનો એકી સાથે બોધ થતો હોવાથી તેને “સંપૂર્ણજ્ઞાન” કહેવાય છે.
(૫)
કેવલ = અસાધારણ. જેની સાથે કોઈ પણ વસ્તુની સરખામણી થઈ શકતી ન હોવાથી તે જ્ઞાનને “અસાધારણ જ્ઞાન” કહેવાય છે. કેવલ = અનંત કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બન્ને એક એક હોવા છતાં પણ જોય=જાણવાલાયક વસ્તુ અનંત હોવાથી, અનંતયના વિશેષધર્મ અને સામાન્યધર્મનો બોધ કરાવનાર કેવળજ્ઞાન અને કેવળદર્શનને અનંતજ્ઞાન અને અનંતદર્શન કહેવાય છે. કેવલ = નિર્ચાઘાત લોક કે અલોકમાં કોઇપણ ઠેકાણે વ્યાઘાત નહીં પામતું હોવાથી આને “નિર્ચાઘાતજ્ઞાન” કહેવાય છે.
૪૯
For Private and Personal Use Only