________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન -
વ્યવહારકાળ પૂર્વે, શ્રુતજ્ઞાન દ્વારા જેની બુદ્ધિ સંસ્કારવાળી થયેલી નથી એવા જીવોને, મતિજ્ઞાનાવરણીયકર્મનાં વિશિષ્ટ ક્ષયોપશમથી સ્વાભાવિક રીતે જે બુદ્ધિ ઉત્પન્ન થાય તે અમૃતનિશ્રિતમતિજ્ઞાન કહેવાય.
અશ્રુતનિશ્રિતમતિજ્ઞાન ૪ પ્રકારે છે. (૧) ઔત્યાત્તિકી બુદ્ધિ :
પૂર્વે નહીં જોયેલાં, નહીં સાંભળેલા કે નહીં વિચારેલાં વિશિષ્ટ પ્રસંગે કાર્યસિદ્ધ કરવા માટે અચાનક જ ઉત્પન્ન થતી જે બુદ્ધિ તે ઔત્પારિકી બુદ્ધિ, કહેવાય.
દા. ત. અભયકુમાર, બીરબલ, રોહકની બુદ્ધિ. (૨) વૈનાયિકી બુદ્ધિ :
ગુરુનો વિનય કરવાથી ઉત્પન્ન થયેલી, ધર્મ, અર્થ અને કામશાસ્ત્રના રહસ્યને જાણનારી, આ લોક અને પરલોકમાં ફળદાયી એવી જે બુદ્ધિ તે વૈનાયિકી બુદ્ધિ કહેવાય.
દા. ત. પગલાના દર્શનથી હાથીણી વગેરેને જાણનાર શિષ્યની બુદ્ધિ. (૩) કાર્મિકી બુદ્ધિ -
વિદ્વાનો વડે પ્રશંસનીય એવી જે કામ કરતા કરતા ઉત્પન્ન થયેલી બુદ્ધિ તે કાર્મિકી બુદ્ધિ કહેવાય.
દા. ત. ખેડૂતની ખેતી સંબંધી બુદ્ધિ. (૪) પારિણામિકી બુદ્ધિ :
અનુમાન, હેતુ અને દષ્ટાંતથી અર્થને સાધનાર, અભ્યદય અને મોક્ષરૂપ ફળવાળી તથા વયનો પરિપાક થવાથી વૃદ્ધ મનુષ્યને પૂર્વાપરનાં અનુભવથી ઉત્પન્ન થયેલી જે બુદ્ધિ તે પારિણામિકી બુદ્ધિ કહેવાય.
દા. ત. વજસ્વામીની બુદ્ધિ. (૨) કૃતનિશ્ચિત :
વ્યવહારકાળપૂર્વે, શ્રુતજ્ઞાન દ્વારા સંસ્કારવાળી જેની બુદ્ધિ થયેલી છે એવા જીવોને, વ્યવહારકાળે શ્રુતની અપેક્ષા વિના, રોજિંદા વ્યવહારમાં આવતાં પદાર્થોનું જે મતિજ્ઞાન થાય છે. તે કૃતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય. - દા. ત. એક નાના બાળકે પ્રથમવાર જ હાથી જોયો, ત્યારે તેને એક માણસને પુછ્યું કે આ શું છે ? માણસે કહ્યું કે “આ હાથી છે.” એ વખતે તે બાળકને આવી આકૃતિવાળા પ્રાણીને હાથી કહેવાય એવું વાચ્યવાચકભાવ
૫૨
For Private and Personal Use Only