________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંબંધવાળુ શ્રુતજ્ઞાન થયું ત્યારે તે પદાર્થ (હાથી)ના સંસ્કાર મનમાં પડી ગયા. એટલે શ્રુતજ્ઞાન દ્વારા સંસ્કારવાળી બુદ્ધિ થઈ ગઈ. હવે કાલાન્તરે તે બાળકે ફરીથી હાથી જોયો ત્યારે શ્રતની અપેક્ષા વિના જ, પૂર્વના સંસ્કારને કારણે “આ હાથી છે.” એવું જે જ્ઞાન થયું તે ધૃતનિશ્રિતમતિજ્ઞાન કહેવાય.
શ્રતનિશ્રિત મતિજ્ઞાન ૪ પ્રકારે છે. (૧) અવગ્રહ, (૨) ઈહા, (૩) અપાય, (૪) ધારણા. આવપ્રદ ધાતુનો અર્થ “જાણવું” થાય છે. તેને અન્ પ્રત્યય લાગીને અવગ્રહ શબ્દ બન્યો છે.
વહેંજ્ઞાન.
જ્ઞાનનો વિષય વ્યંજન અને અર્થ એ બે હોવાથી અવગ્રહ ર પ્રકારે છે. (૧) વ્યંજનાવગ્રહ. (૨) અર્થાવગ્રહ.
Aવ્યંજનાવગ્રહ :-વ્યંજન = સંબંધ. અવગ્રહ = અસ્પષ્ટ બોધ. (૧) ઉપકરણેન્દ્રિયની સાથે પદાર્થનો સંબંધ થતા જે અત્યંત અસ્પષ્ટ બોધ
થાય તે વ્યંજનાવગ્રહ કહેવાય. વ્યંજન = શબ્દાદિરૂપે પરિણામ પામેલ દ્રવ્યસમૂહ. ઉપકરણેન્દ્રિયની સાથે શબ્દાદિરૂપે પરિણામ પામેલ દ્રવ્યનો જે અત્યંત અસ્પષ્ટબોધ થાય તે વ્યંજનાવગ્રહ કહેવાય.
A (૧) “ચચતે નેતિ ચનન” જેના વડે શબ્દાદિ પદાર્થ (વિષય) પ્રગટ કરાય [જણાય] તે વ્યંજન કહેવાય. ઉપકરણેન્દ્રિય અને વિષયના સંબંધ (સંયોગ) વિના પદાર્થનું જ્ઞાન થઈ શકતું નથી જો ઉપકરણેન્દ્રિય અને પદાર્થનો પરસ્પર સંબંધ થાય તો જ ઇન્દ્રિય સ્વવિષયનું જ્ઞાન કરી શકે છે. માટે ઉપકરણેન્દ્રિય અને પદાર્થનો જે સંબંધ તે વ્યંજન કહેવાય. અથવા- (૨) જેના વડે = ઇન્દ્રિય વડે પણ શબ્દાદિ પદાર્થ પ્રગટ કરાય = જણાય છે. કારણકે ઇન્દ્રિય વિના પદાર્થનું જ્ઞાન થઈ શકતું નથી માટે ઇન્દ્રિયને વ્યંજન કહેવાય. અથવા (૩) “થને તિ વનનિ' જે પ્રગટ કરાય = જણાય તે વ્યંજનો કહેવાય. શબ્દાદિ રૂપે પરિણામ પામેલ દ્રવ્યસમુહ (ભાષાવર્ગણાનાં પુદ્ગલો વિગેરે) પ્રગટ કરાય છે. તેથી તે (શબ્દાદિ પદાર્થ) વ્યંજન કહેવાય. આમ વ્યંજન શબ્દનાં ત્રણ અર્થ થયાં. એટલે (૧) ઉપકરણેન્દ્રિયની સાથે શબ્દાદિ પદાર્થનો સંયોગ = સંબંધ થતા જે અત્યંત અસ્પષ્ટબોધ થાય છે. તે વ્યંજનાવગ્રહ કહેવાય. અથવા- વ્યંજનરૂપ ઉપકરણેન્દ્રિય વડે શબ્દાદિ રૂપે પરિણામ પામેલ દ્રવ્યાત્મક વ્યંજનનો જે અત્યંત અસ્પષ્ટબોધ તે વ્યંજનાવગ્રહ કહેવાય. જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગાથા. -૧૨૯.
૫૩
For Private and Personal Use Only