________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નઃ-૬૫ “જ્ઞાનમાં જેમ જ્ઞાન અને અજ્ઞાન એવા બે ભેદ પડે છે. તેમ દર્શનમાં દર્શન અને અદર્શન એવા બે ભેદ પડે કે નહીં?” જવાબઃ- દરેક ક્ષેય વસ્તુ વિશેષ અને સામાન્યધર્માત્મક હોય છે તેમાં વિશેષ ધર્મનો બોધ કરવો તે જ્ઞાનોપયોગ અથવા સવિકલ્પક-ઉપયોગ કહેવાય અને સામાન્ય ધર્મનોબોધ કરવો તે દર્શનોપયોગ અથવા નિર્વિકલ્પક-ઉપયોગ કહેવાય. સવિકલ્પઉપયોગમાં મિથ્યાપણુ ઘટી શકે છે માટે ત્યાં મિથ્યાપણુ અને સમ્યકપણું એવા બે ભેદને લીધે, જ્ઞાનના (૧) અજ્ઞાન અને (૨) જ્ઞાન એવા બે ભેદ પડે છે. પરંતુ નિર્વિકલ્પક ઉપયોગમાં મિથ્યાપણું હોઈ શકતું નથી માટે દર્શનોપયોગમાં સમ્યફ અને મિથ્થારૂપ ભિન્નતા જ નથી. તેથી દર્શનના (૧) દર્શન અને (૨) અદર્શન એવા બે ભેદ પડતા નથી. પ્રશ્ન-૬૬ “ચારિત્ર મોહનીયકર્મ કોને કહેવાય?” જવાબ:- જેનાથી મોક્ષ તરફ ગતિ થાય અથવા પોતાના જ્ઞાનાદિ ગુણોનો ભોગવટો કરવો તે ચારિત્ર કહેવાય અને તેમાં મુંઝવણ પેદા કરાવનાર કર્મને ચારિત્ર મોહનીયકર્મ કહેવાય. અથવા જે કર્મ સમ્યફ આચારને અટકાવે તે ચારિત્રમોહનીય કર્મ કહેવાય. પ્રશ્નઃ- ૬૭ “કષાયના ૬૪ ભેદ જણાવો.” ૧ થી ૪, અનંતાનુબંધી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. ૫ થી ૮, અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ. ૯ થી ૧૨, અનંતાનુબંધી પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ. ૧૩ થી ૧૬, અનંતાનુબંધી સંજવલન ક્રોધ, માન, માયા, લોભ. ૧૭ થી ૨૦, અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ-૪ ૨૧ થી ૨૪, અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ. ૨૫ થી ૨૮, અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ. ૨૯ થી ૩૨, અપ્રત્યાખ્યાનીય સંજવલન ક્રોધ, માન, માયા, લોભ. ૩૩ થી ૩૬, પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. ૩૭ થી ૪૦, પ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ. ૪૧ થી ૪૪, પ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ. ૪૫ થી ૪૮, પ્રત્યાખ્યાનીય સંજવલન ક્રોધ, માન, માયા, લોભ. ૪૯ થી પર, સંજ્વલન અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ.
૨૫૯
For Private and Personal Use Only