________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધભૂમિને ઉપશમાદ્ધ કહેવાય છે. તેમાં પ્રવેશ કરતાંની સાથે જ જીવને “ઉપશમસમ્યકત્વ” પ્રાપ્ત થાય છે. જેમ દાવાનલ સળગતો સળગતો ઘાસ વિનાની ઉડ (ઉખર) ભૂમિમાં પ્રવેશ કરતાંની સાથે જ ઓલવાઈ જાય છે. તેમ મિથ્યાદૃષ્ટિ જીવ મિથ્યાત્વનાં દલિકનો ભોગવટો કરતો કરતો આગળ વધી રહ્યો છે પણ મિથ્યાત્વના દલિક વિનાની શુદ્ધભૂમિમાં પ્રવેશ કરતાંની સાથે જ મિથ્યાત્વના ઉદયરૂપ દાવાનલ ઓલવાઈ જતાં ઉપશમસમ્યત્વને પ્રાપ્ત કરે છે. અર્થાત્ ‘જીવ અંતર્મુહૂર્તકાળ પર્યન્ત મિથ્યાદર્શનાત્મક નકલી સ્વરૂપને છોડીને સમ્યદર્શનાત્મક અસલી સ્વરૂપને અનુભવે છે” એ વખતે “જન્માંધ માણસને એકાએક આંખો મલી જતાં જેટલો આનંદ થાય તેના કરતાં પણ જીવ વધુ આનંદને અનુભવે છે.” અથવા “ભયંકર દુઃસાધ્ય રોગથી પીડાતા રોગીને રોગ દૂર થવાથી જેટલો આનંદ થાય તેના કરતાં પણ જીવ વધુ આનંદને અનુભવે છે.”
ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થતા વિશુદ્ધ અધ્યવસાય દ્વારા, દ્વિતીયસ્થિતિમાં રહેલા મિથ્યાત્વમોહનીયના દલિકોમાં ન્યૂનાધિક પ્રમાણમાં રસનો ઘટાડો થવાથી મિથ્યાત્વમોહનીયના દલિકો ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે. તેમાં,
(૧) જે દલિકોમાંથી રસ ઘટીને “એકસ્થાનિક કે મંદદ્ધિસ્થાનિક થઈ જાય છે. તેવા દલિકોનો જે વિભાગ તે શુદ્ધિપું જ છે. તેને સમ્યકત્વમોહનીય કહેવાય.
(૨) જે દલિકોમાંથી રસ ઘટીને મધ્યમદ્રિસ્થાનિક થઈ જાય છે તેવા દલિકોનો જે વિભાગ તે અદ્ધશુદ્ધપુંજ છે. તેને મિશ્રમોહનીય કહેવાય છે.
(૩) જે દલિકોમાંથી બીલકુલ રસ ઘટતો નથી એવા દલિકોનો જે વિભાગ છે તે અશુદ્ધપું જ છે. તેને મિથ્યાત્વમોહનીય કહેવાય.
A. એક સ્થાનિકાદિ રસની સમજુતિ :- ૧, ઇશુ અથવા લીંબડાનો જે સ્વાભાવિક રસ તે એક સ્થાનિકરસ કહેવાય.
૨, ઇસુ અથવા લીંબડાનાં એક સ્થાનિક ૬૦૦ ગ્રામ રસને ઉકાળવાથી અર્ધ
૧૧૨
For Private and Personal Use Only