________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવગતિમાં જ જાય છે. માટે તે દેવગતિયોગ્ય કર્મ બાંધે છે. અને તીવ્રપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય હોય તો, જીવ મનુષ્ય-આયુષ્ય બાંધીને મનુષ્યગતિમાં પણ જાય છે. (૨) આત્મિકગુણનો નાશ :
જ્યાં સુધી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો વિપાકોદય હોય ત્યાંસુધી સમ્યકત્વગુણ પ્રાપ્ત થતો નથી જયારે મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો વિપાકોદય અટકે ત્યારે જ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. માટે અનંતાનુબંધી કષાય સમ્યક્ત્વગુણને રોકે છે. (વાત કરે છે.)
સમ્યકત્વગુણ પ્રાપ્ત થયા પછી, જો અપ્રત્યાખ્યાન કષાયનો વિપાકોદય હોય તો જીવ અલ્પાંશે પણ હિંસાદિ-પાપપ્રવૃત્તિને છોડી શકતો નથી. માટે દેશવિરતિગુણ પ્રાપ્ત થતો નથી. જ્યારે અપ્રત્યાખ્યાનીય-કષાયોનો વિપાકોદય અટકીને તેનો ક્ષયોપશમ શરૂ થાય છે. ત્યારે દેશવિરતિ ગુણ પ્રાપ્ત થાય છે. માટે અપ્રત્યાખ્યાનીયકષાય દેશવિરતિને રોકે છે. (ઘાત કરે છે)
દેશવિરતિધર મનુષ્યને દીક્ષા લેવાની તીવ્ર ઇચ્છા હોવાં છતાં પણ જ્યાં સુધી પ્રત્યાખ્યાન કષાયનો વિપાકોદય હોય છે ત્યાં સુધી તે દીક્ષા લઈ શકતો નથી જ્યારે પ્રત્યાખ્યાનીયકષાયનો વિપાકોદય અટકીને, તેનો ક્ષયોપશમ શરૂ થાય છે. ત્યારે તે સર્વવિરતિ ચારિત્રનો સ્વીકાર કરી શકે છે. માટે પ્રત્યાખ્યાનીય કષાય સર્વવિરતિને રોકે છે. (વાત કરે છે.)
દીક્ષા લીધા પછી પણ જ્યાં સુધી સંજવલન કષાયનો ઉદય હોય છે. ત્યાં સુધી પરિષહ કે ઉપસર્ગ વખતે હેજ રાગ-દ્વેષ થઈ જતો હોવાથી સાતિચાર સંયમનું પાલન થઈ શકે છે. પરંતુ નિરતિચાર સંયમનું પાલન થઈ શકતું નથી માટે યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થતું નથી એટલે સંજ્વલનકષાય યથાખ્યાત ચારિત્રને રોકે છે. (ઘાત કરે છે.)
જ્યારે સંજવલનકષાય અથવા મોહનીયકર્મનો સંપૂર્ણ ઉપશમ થાય છે. ત્યારે ઔપશમિક યથાખ્યાતચારિત્રગુણ પ્રાપ્ત થાય છે. અને સંજવલનકષાય અથવા મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે શાયિક યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત
૧૩૫
For Private and Personal Use Only