________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કષાયોદય અંતર્મુહૂર્ણાદિક પણ હોય છે. એટલે રસની અપેક્ષાએ ક્રોધાદિ એકેકનાં અસંખ્યાતભેદ થતાં હોવાથી કષાયની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. માટે પ્રસ્તુત ગાથામાં કષાયની સ્થિતિ વ્યવહારનયને આશ્રયીને બતાવી છે.
કષાયનું કાર્ય :
(૧) ગતિ પ્રાયોગ્ય બંધ.
(૨) આત્મિકગુણનો નાશ. (૧) ગતિ પ્રાયોગ્ય બંધ :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. અનંતાનુબંધી કષાયોદયવાળો જીવ નરકતિ યોગ્ય કર્મ બાંધે છે. ૨. અપ્રત્યાખ્યાનીય કષાયોદયવાળો જીવ તિર્યંચગતિ યોગ્ય કર્મ બાંધે છે. ૩. પ્રત્યાખ્યાનીયકષાયોદયવાળો જીવ મનુષ્યગતિ યોગ્ય કર્મ બાંધે છે. ૪. સંજ્વલનકષાયોદયવાળો જીવ દેવગતિ યોગ્ય કર્મ બાંધે છે.
આ સર્વે હકીકત વ્યવહારનયથી સમજવી. નિશ્ચયનયથી તો અનંતાનુબંધીકષાયના ઉદયવાળા મિથ્યાર્દષ્ટિજીવો ત્રૈવેયક દેવલોક સુધી જાય છે. માટે અનંતાનુબંધીકષાયના ઉદયવાળા જીવો નરકગતિમાં જ જાય એવો કોઇ નિયમ નથી. પરંતુ તીવ્રતમ અનંતાનુબંધી કષાયનો ઉદય હોય તો, જીવ નરકાયુ બાંધીને નરકગતિમાં જાય છે.
અપ્રત્યાખ્યાનીયકષાયના ઉદયવાળા જીવો તિર્યંચગતિમાં જ જાય એવો કોઈ નિયમ નથી. કારણે અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયવાળા સમ્યગ્દષ્ટિ દેવો અને નારકો મનુષ્ય-આયુષ્ય બાંધીને મનુષ્યગતિમાં જ જાય છે. અને અપ્રત્યાખ્યાનીયકષાયના ઉદયવાળા સમ્યગ્દષ્ટિ મનુષ્યો અને તિર્યંચો દેવાયુ બાંધીને દેવગતિમાં જ જાય છે. પરંતુ Aતીવ્રતમ અપ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોય તો જીવ તિર્યંચ-આયુષ્ય બાંધીને તિર્યંચગતિમાં જાય છે.
પ્રત્યાખ્યાનીયકષાયના ઉદયવાળા જીવો મનુષ્યગતિમાં જ જાય એવો કોઇ નિયમ નથી. કારણ કે પ્રત્યાખ્યાનીયકષાયના ઉદયવાળા દેશવિરતિધર મનુષ્યો
A. અનંતાનુબંધી અનંતાનુબંધી કષાયનો ઉદય હોય તો જીવ નરકાયુષ્ય બાંધીને નરકગતિમાં અને અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધી કષાયનો ઉદય હોય તો જીવ તિર્યંચ આયુષ્ય બાંધીને તિર્યંચ ગતિમાં પણ જાય છે.
૧૩૪
For Private and Personal Use Only