________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| નદીનો પત્થર વારંવાર આમતેમ અથડાવાથી પોતાની મેળે જ ગોળ બની જાય છે તેમ “આયુષ્ય વિના સાતે કર્મની દીર્ઘ સ્થિતિને અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ કરી નાખે એવો અનાભોગે (અજાણપણે) જ ઉત્પન્ન થયેલો આત્માનો શુભ પરિણામ તે યથાપ્રવૃત્તિકરણ “કહેવાય” યથાપ્રવૃત્તિકરણનો કાળ અંતર્મુહૂર્ત છે.
\ જ્યારે જીવ આયુષ્ય સિવાયની સાતેકર્મની અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ રાખીને બાકીની સર્વે સ્થિતિસત્તાનો નાશ કરે છે. ત્યારે ગ્રન્થી પાસે=“ગ્રન્થીદેશે” આવ્યો કહેવાય. ગ્રન્થી =ગાંઠ, “રાગદ્વેષની તીવ્રગાંઠ=રાગદ્વેષનો તીવ્રપરિણામ.”
એભવ્ય જીવો ઘણીવાર ગ્રન્થ દેશે આવીને પાછા ફરી જાય છે ગ્રન્થીદેશે આવેલા બધા જ ભવ્ય જીવો ગ્રન્થીભેદ કરી શકતા નથી કારણકે ગ્રન્થીભેદ કરવા માટે અત્યંત વર્ષોલ્લાસ ફોરવવો પડે છે. જે જીવો તેવા પ્રકારનો વીર્ષોલ્લાસ ફોરવી શકતા નથી તે જીવો ત્યાંથી પાછા ફરે છે અર્થાત્ આયુષ્ય સિવાય સાતે કર્મની દીર્ઘ સ્થિતિ બાંધે છે અને જે જીવ આસન્ન ભવ્ય હોય તે અપૂર્વ વર્ષોલ્લાસ વડે ગ્રન્થીભેદ કરવા માટે અપૂર્વકરણમાં પ્રવેશે છે ૨. અપૂર્વકરણ :
પૂર્વે ક્યારેય નહીં આવેલો એવો જે વિશુદ્ધ અધ્યવસાય તે અપૂર્વકરણ કહેવાય.” અપૂર્વકરણનો કાળ અન્તર્મુહૂર્ત છે.
આસન્નભવ્ય (જે જીવમાં આધ્યાત્મિક વિકાસ સાધવાની યોગ્યતા પ્રગટી છે તે) જીવો તીક્ષ્ણ કુહાડાની ધાર સરખા અપૂર્વકરણવડે રાગદ્વેષની તીવ્રગાંઠને ભેદીને અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે.
અનિવૃત્તિકરણ - કરણ = અધ્યવસાય. નિવૃત્તિ = અટકી જવું. અનિવૃત્તિ = અટકવું નહીં તે.
સમ્યકત્વ પ્રાપ્ત કરાવ્યા વિના અટકે નહીં એવા ઉત્તરોત્તર વિશુદ્ધ અધ્યવસાયને અનિવૃત્તિકરણ કહેવાય.” અનિવૃત્તિકરણનો કાળ અંતર્મુહૂત A. પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગે ન્યૂન એક કોડાકોડીસાગરોપમ પ્રમાણ સ્થિતિને અંત:કોડાકોડી સાગરોપમ કહેવાય છે.
૧૧૦
For Private and Personal Use Only