________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) અક્ષરદ્યુત - અ” થી “હ” સુધીનાં અક્ષરો પૈકી કોઈ પણ એકાદ અક્ષરનું જ્ઞાન તે અક્ષરશ્રુત કહેવાય. (૪) અક્ષરસમાસશ્રુતક એકથી વધારે અક્ષરનું જ્ઞાન તે અક્ષરસમાસશ્રુત કહેવાય. (૫) પદધૃત :- આચારાંગ ૧૮૦૦૦ પદ પ્રમાણ છે. સૂયગડાંગ ૩૬૦૦૦ પદ પ્રમાણ છે. તેમાંના કોઇપણ એક પદનું જ્ઞાન તે પદદ્ભુત કહેવાય. [અહીં અર્થપરિસમાપ્તિરૂપ તથા વિભકત્યન્તરૂપ પદ લેવાનું નથી પરંતુ આચારાંગાદિ-૧૨ અંગોમાંનું કોઈ એક પદ લેવું. ] (૬) પદસમાસશ્રુત - આચારાંગાદિના એકથી વધારે પદનું જ્ઞાન તે પદસમાસશ્રુત કહેવાય. (૭) સંઘાતશ્રુત - ગતિ, ઈન્દ્રિય વિગેરે ૧૪ “મૂળમાર્ગણામાંથી કોઈ પણ એક માર્ગણા પૈકી એક ભેદનું જ્ઞાન તે સંઘાતશ્રુત કહેવાય. દા. ત. ગતિમાર્ગણાનાં ચાર ભેદ છે. (૧) દેવગતિ, (૨) નરકગતિ, (૩) તિર્યંચગતિ, (૪) મનુષ્યગતિ.
આમાંથી કોઈપણ એક પેટાભેદનું જ્ઞાન તે સંઘાતકૃત કહેવાય. (૮) સંઘાતસમાસશ્રુત - ગતિ, ઈન્દ્રિય વિગેરે ચૌદ મૂળમાર્ગણામાંથી કોઈ પણ એકમાર્ગણાના એકથી વધારે પેટાભેદનું જ્ઞાન તે સંઘાતસમાસશ્રુત કહેવાય. દા. ત. (૧) દેવગતિ, (૨) મનુષ્યગતિ. (૩) નરકગતિ, (૪) તિર્યંચગતિ, એ ચાર ગતિમાંથી કોઇ પણ બે કે ત્રણ ગતિનું જ્ઞાન તે સંઘાતસમાસ શ્રુત કહેવાય. (૯) પ્રતિપત્તિકૃત :- ગતિ, ઇન્દ્રિય વિગેરે ચૌદ મૂળમાર્ગણામાંથી કોઈ પણ સંપૂર્ણ એક માર્ગણાનું જ્ઞાન તે પ્રતિપત્તિશ્રુત કહેવાય. દા. ત. મનુષ્યાદિ ૪ ગતિનું જ્ઞાન થવું તે પ્રતિપત્તિશ્રુત. (૧૦) પ્રતિપત્તિસમાસથુત :- ગતિ, ઇંદ્રિય વિગેરે ચૌદ મૂળમાર્ગણામાંથી એકથી વધારે માર્ગણાનાં બધા જ પેટાભેદનું જ્ઞાન થયું તે પ્રતિપત્તિસમાસશ્રુત કહેવાય. દા. ત. ગતિમાર્ગણામાં, મનુષ્યગતિ વિગેરે ૪ પેટાભેદોનું જ્ઞાન અને ઇંદ્રિયમાર્ગણામાં એ કેન્દ્રિયાદિ પાંચ પેટાભેદનું જ્ઞાન થવું તે પ્રતિપત્તિસમાસશ્રુત. A. "ફ ત્રેિ મ લાગે, ગોગે વેગે સાથ નાખે ,
संजम दंसण लेसा, भव सम्मे सनि आहारे ॥ ४५ ॥ [नवतत्त्व] અર્થાતુ ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યત્વ, સંશી, આહારી. કુલ ૧૪ માર્ગણા છે.
૮૧
For Private and Personal Use Only