________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) અંગપ્રવિષ્ટશ્રુત :- શ્રી ગૌતમસ્વામી વિગેરે ગણધર ભગવંતોએ રચેલું દ્વાદશાંગરૂ૫ શ્રુત તે અંગપ્રવિષ્ટશ્રુત કહેવાય. (૧૪) અંગબાહ્યશ્રત - ગણધરભગવંત પછી શ્રી ભદ્રબાહુસ્વામીજી વિગેરે સ્થવિર પુરુષોએ અવસર્પિણીકાળમાં આયુષ્ય, બળ, બુદ્ધિ ક્ષીણ થતાં જોઈને લોકોનાં ઉપકારને માટે અંગપ્રવિષ્ટદ્યુતના આધારે જે જે ગ્રન્થો લખેલાં છે. તે અંગબાહ્યશ્રુત કહેવાય.
દા.ત.આવશ્યકનિયુક્તિ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશાશ્રુતકલ્પ, વ્યવહાર, નિશીથ વગેરે. આ પ્રમાણે શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ કહ્યા.
શ્રુતજ્ઞાનના વિશભેદનું સ્વરૂપ :पजय-अक्खर-पयसंघाया पडिवत्ति तहय अणुओगो, पाहुडपाहुड- पाहुड-वत्थु-पुव्वा य ससमासा ॥७॥ પર્યાયા-ક્ષરપર-સંધાતા પ્રતિપત્તિતથા વાનુયોઃ .
પ્રાકૃતપ્રાકૃત-પ્રાકૃત-વસ્તુ-પૂર્વાળિ સમાસનિ | ૭ || ગાથાર્થ -પર્યાયશ્રુત, અક્ષરદ્યુત,પદદ્ભુત, સંઘાતકૃત,પ્રતિપત્તિશ્રુત,તેવી રીતે, અનુયોગશ્રુત, પ્રાભૃતપ્રાભૃતધૃત, પ્રાભૃતશ્રુત, વસ્તુશ્રુત, પૂર્વશ્રુત, આ દશભેદની સાથે “સમાસ” શબ્દ જોડવાથી બીજા દશ ભેદ થાય છે.
વિવેચન :- (૧) પર્યાયશ્રુત - શ્રુતજ્ઞાનનાં એક સૂક્ષ્મ અવિભાજ્ય અંશને પર્યાય કહેવાય. લબ્ધિ અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદીયા જીવને ભવના પ્રથમ સમયે સૌથી અત્યંત જે અલ્પ શ્રુતજ્ઞાન તે સર્વજઘન્ય શ્રુતજ્ઞાન કહેવાય. તેનાં કરતાં બીજા લબ્ધિ અપર્યાપ્તા સૂક્ષ્મનિગોદીયા જીવને શ્રુતજ્ઞાનનો એક અંશ વધારે હોય તે પર્યાયશ્રુત કહેવાય. (૨) પર્યાયસમાસશ્રુત - અનેક પર્યાયશ્રુતને પર્યાયસમાસશ્રુત કહેવાય. A. અંગપ્રવિષ્ટશ્રુત બાર અંગ =વિભાગમાં વહેંચાયેલું છે. માટે તેને દ્વાદશાંગી કહેવાય. ૧૨ અંગના નામ ઃ (૧)આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) ભગવતીસૂત્ર (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસકદસા (૮) અંતકૃતદશા (૯) અનુત્તરોપપાતિદસા (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧)વિપાક (૧૨) દૃષ્ટિવાદ. આમાંથી હાલમાં અગિયાર અંગ મળે છે. બારમું દષ્ટિવાદ નામનું અંગ વિચ્છેદ પામ્યું છે.
૮૦
For Private and Personal Use Only