________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ મહાવિદેહક્ષેત્રમાં હંમેશા તીર્થંકર ભગવાનની હાજરી હોય છે. ક્યારેય શ્રુતજ્ઞાનનો નાશ થતો નથી. માટે મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ સમ્યફ્યુત અનાદિ – અનંત છે. કાળથી,
ઉત્સર્ણિકાળ અને અવસર્પિણી કાળની અપેક્ષાએ પાંચ ભરત અને પાંચ ઐરવતમાં સમ્યકશ્રુત સાદિ - સાંત છે. કારણકે ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળના ત્રીજા આરામાં દ્વાદશાંગશ્રુતની ઉત્પત્તિ થાય છે. તેથી સમ્યકશ્રુતની સાદિ થઈ અને ઉત્સર્પિણીકાળનાં ત્રીજા આરાના અંતે તથા અવસર્પિણીકાળના પાંચમાં આરાના અંતે તે શ્રુતનો નાશ થાય છે. ત્યારે સમ્યકશ્રુત સાંત થયું. આ રીતે કાળની અપેક્ષાએ સમ્યકશ્રુત સાદિ-સાંત છે.
મહાવિદેહક્ષેત્રમાં ઉત્સર્પિણીકાળ અને અવસર્પિણી કાળ હોતો નથી માટે ત્યાં સમ્યકશ્રુત ક્યારેય નાશ પામતું નથી. એટલે નોઉત્સર્પિણી કાળ અને નોઅસર્પિણી કાળને આશ્રયીને સમ્યકશ્રુત અનાદિ – અનંત છે. ભાવથી,
કોઈ વક્તા જિનભાષિતભાવની પ્રરૂપણા કરતો હોય ત્યારે તે ભાવને આશ્રયીને સમ્યફઘુતની સાદિ થાય છે. અને તે પ્રરૂપણા પૂર્ણ થાય ત્યારે સમ્યગ્રુત સાંત થાય છે. માટે ભાવની અપેક્ષાએ સભ્યશ્રુત સાદિ- સાંત છે. તથા લાયોપથમિકભાવની અપેક્ષાએ સમ્યક્ષુત અનાદિ અનંત છે. (૧૧) ગમિકહ્યુત - જે શાસ્ત્રમાં એક સરખા આલાવ = પાઠ હોય તે ગમિકહ્યુત કહેવાય. દા.ત. દૃષ્ટિવાદ નામનું બારમું અંગ. (૧૨) અગમિકશ્રુત - જે શાસ્ત્રમાં ગાથાદિની રચના હોવાથી એક સરખા પાઠ ન હોય તે અગમિકશ્રુત કહેવાય. દા.ત. કાલિકશ્રત. કાળગ્રહણના વિધિપૂર્વક ભણી શકાય તેવા આગમસૂત્રોને કાલિકશ્રુત કહેવાય. આચારાંગ, સૂયગડાંગ વિગેરે કાલિકશ્રુત કહેવાય.
A. જે કાળમાં આયુષ્ય, બળ, બુદ્ધિ, શરીરની અવગાહના વિગેરે ઉત્તરોત્તર વૃદ્ધિ પામે ઉત્સર્પિણિકાળ કહેવાય અને જે કાળમાં આયુષ્યાદિ ઉત્તરોત્તર ઘટવા મંડે તે અવસર્પિણિકાળ કહેવાય.
For Private and Personal Use Only