________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરવાની શકિતવાળી હોય તે લબ્ધિપર્યાપ્ત.
જે જીવે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી હોય અથવા “જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરીને જ મરવાના હોય તે લબ્ધિપર્યાપ્ત કહેવાય.” એટલે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જીવો લબ્ધિપર્યાપ્તા હોય છે. અને અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જીવો લબ્ધિ અપર્યાપ્તા હોય છે.
લબ્ધિપર્યાપ્તા જીવો જ્યાં સુધી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી ન કરે ત્યાં સુધી તે કરણ અપર્યાપ્તા કહેવાય. અને સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી તે જીવ કરણ પર્યાપ્તા કહેવાય છે. એટલે (૧) જે જીવ લબ્ધિપર્યાયો હોય તે સ્વયોગ્ય પર્યાતિ પૂર્ણ ન કરે ત્યાં સુધી કરણ અપર્યાપ્તો અને પછી કરણ પર્યાપ્તો હોય. (૨) જે જીવ લબ્ધિ અપર્યાપ્યો હોય તે અવશ્ય કરણ અપર્યાપ્ત હોય. (૩) જે જીવ કરણ પર્યાપ્યો હોય તે અવશ્ય લબ્ધિ પર્યાપ્ત હોય. (૪) જે જીવ કરણ અપર્યાપ્યો હોય તે લબ્ધિ પર્યાપ્યો કે લબ્ધિ અપર્યાપ્તો હોય.
લબ્ધિ અપર્યાપ્તાવસ્થા અપર્યાપ્તનામકર્મજન્ય છે. અને લબ્ધિ પર્યાપ્તાવસ્થા પર્યાપ્તાનામકર્મજન્ય છે માટે તે બન્ને કર્મરૂપ છે. અને કરણ અપર્યાપ્ત કે કરણપર્યાપ્ત અવસ્થા ક્રિયારૂપ છે. એટલે લબ્ધિપર્યાપ્તા અને કરણપર્યાપ્તા એ બન્ને જુદા છે. પ્રત્યેક, સ્થિર, શુભ અને સુભગનામકર્મનું સ્વરૂપ -
पत्तेय तणू पत्ते उदएणं दंत अट्ठिमाइ थिरं । नाभुवरि सिराइ सुहं, सुभगाओ सव्वजणइट्ठो ॥४८॥ प्रत्येक तनुः प्रत्येकोदयेन दन्तास्थ्यादि स्थिरम् । नाभ्युपरि शिर आदि शुभं, सुभगात्सर्वजनेष्टः ॥४८॥
ગાથાર્થ - પ્રત્યેક નામકર્મના ઉદયથી જીવને અલગ અલગ શરીર પ્રાપ્ત થાય છે. સ્થિરનામકર્મના ઉદયથી દાંત, હાડકાદિ અવયવો સ્થિર હોય છે. શુભનામકર્મના ઉદયથી નાભિથી ઉપરના મસ્તકાદિ અવયવો શુભ હોય છે. અને સુભગનામકર્મથી તે સર્વલોકોને પ્રિય લાગે છે.
વિવેચન :- (૪) પ્રત્યેક અને સાધારણનામકર્મનું સ્વરૂપ :ઉત્પત્તિસ્થાને આવેલા સર્વસંસારી જીવોને ફરજીયાત શરીર બાંધવુ પડે છે. તેમાં
૨૦૯
૧૪
For Private and Personal Use Only