________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય-તિર્યંચને જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપની આરાધના કરવાથી અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય તેને ક્ષયોપશમ પ્રત્યયિક અથવા “ગુણપ્રત્યયિક” અવધિજ્ઞાન કહેવાય.
ગુણપ્રત્યધિક અવધિજ્ઞાન ૬ પ્રકારે છે. (૧) આનુગામિક :- જે અવધિજ્ઞાન આંખની જેમ જીવ જ્યાં જાય ત્યાં સાથે જ જાય તે આનુગામિ અવધિજ્ઞાન કહેવાય.
જીવને જે સ્થળે આનુગામિ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે સ્થળેથી જીવ જે રીતે ચારેય તરફ સંખ્યાત કે અસંખ્યાત યોજનમાં રહેલા રૂપી દ્રવ્યોને જોઈ શકે છે. તે જ રીતે બીજી જગ્યાએ જઈને પણ ચારેય તરફ સંખ્યાત કે અસંખ્યાત યોજનમાં રહેલા રૂપી દ્રવ્યોને જોઈ શકે છે. સ્થાનનું પરિવર્તન થવા છતાં પણ જ્ઞાનમાં જરાય અલના થતી નથી.
દા.ત. કોઈ વ્યક્તિને શંખેશ્વરમાં આનુગામિ અવધિજ્ઞાન ઉત્પન્ન થવાથી જે રીતે તે શંખેશ્વરની ચારેય તરફ ૧૦૦ માઇલમાં રહેલા રૂપી દ્રવ્યોને જોઈ શકે છે તે જ રીતે તે અમદાવાદમાં જઈને પણ અમદાવાદની ચારેય તરફ ૧૦૦ માઇલમાં રહેલા રૂપી દ્રવ્યોને જોઈ શકે છે. ' (૨) અનાનુગામિક - સાંકળથી બાંધેલા દીવાની જેમ, જીવને જે સ્થળે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે સ્થળેથી તે ચારેય તરફ સંખ્યાત કે અસંખ્યાત યોજનમાં રહેલાં રૂપી દ્રવ્યોને જોઈ શકે છે. પણ તે જીવ - ત્યાંથી બીજા સ્થળે જાય તો તે અવધિજ્ઞાન સાથે જતું નથી માટે તેને અનાનુગામિ અવધિજ્ઞાન કહેવાય.
જેમ કોઇ વ્યકિત એક મોટું જ્યોતિ = પ્રકાશ સ્થાન કરીને, તે પ્રકાશ સ્થાનની ચારેય તરફના છેડાઓમાં પરિભ્રમણ કરતો તે પ્રકાશિત-ક્ષેત્રમાં રહેલા પદાર્થોને દેખી શકે છે. પણ તે વ્યકિત પ્રકાશિતક્ષેત્રની બહાર નીકળી ગયા પછી ત્યાં પ્રકાશ ન હોવાથી ત્યાં રહેલા પદાર્થોને દેખી શકતો નથી. તેમ જે વ્યકિતને જે સ્થળે અનાનુગામિક અવધિજ્ઞાન ઉત્પન્ન થતું હોય, તે વ્યક્તિ અવધિજ્ઞાન રૂપ પ્રકાશ જેટલા યોજન સુધી ચારેય તરફ ફેલાયેલો હોય તેટલાં યોજનામાં રહેલા રૂપી દ્રવ્યોને દેખી શકે છે. પણ તે વ્યક્તિ અવધિજ્ઞાનરૂપ પ્રકાશવાળા સ્થાનની બહાર નીકળી જાય તો ત્યાં અવધિજ્ઞાન રૂપ પ્રકાશના અભાવે ત્યાં રહેલા રૂપીદ્રવ્યોને સાક્ષાત્ આત્માદ્વારા દેખી શકતો નથી, કારણ કે અનાનુગામિક અવધિજ્ઞાન જે સ્થળે
For Private and Personal Use Only