________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચનઃ (૧) “ક્રોધાદિ કષાયને વશ થયેલો જીવ કષાયચારિત્રમોહનીયકર્મને બાંધે છે. તેમાં (૧) અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા અને લોભના ઉદયથી વ્યાકુળ મનવાળો જીવ અનંતાનુબંધી ક્રોધાદિ સોળ કષાયને બાંધે છે. (૨) અત્યાખ્યાનીય ક્રોધાદિના ઉદયથી વ્યાકુળ થયેલા મનવાળો જીવ અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિ ૧૨ કષાયને બાંધે છે. પણ અનંતાનુબંધી ૪ કષાયને બાંધતો નથી. (૩) પ્રત્યાખ્યાનીય ક્રોધાદિના ઉદયથી વ્યાકુળ થયેલા મનવાળો જીવ પ્રત્યાખ્યાનીય ક્રોધાદિ ૮ કષાયને બાંધે પણ અનંતાનુબંધી ક્રોધાદિ ૮ કષાયને ન બાંધે. (૪) સંજ્વલન ક્રોધાદિના ઉદયથી વ્યાકુળ થયેલા મનવાળો જીવ સંજવલન ક્રોધાદિ ૪ કષાયને બાંધે પણ અનંતાનુબંધી ક્રોધાદિ ૧૨ કપાયને ન બાંધે. (૨) “ હાસ્યાદિ ષકના ઉદયથી વ્યાકુળ થયેલા મનવાળો જીવ A. અહીં ખાસ ધ્યાન રાખવું કે ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયને ઉદય એકી સાથે હોતો નથી. પરંતુ ક્રોધાદિ-૪ માંથી કોઈ એકનો જ ઉદય હોય છે. Bયોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે, (૧) મશ્કરી, કામોત્તેજક હાસ્ય, હસવાનો સ્વભાવ, બહુબકવાટ, દીનતા ભરેલા વચનો બોલવાથી હાસ્યમોહનીયકર્મ બંધાય. (૨) નવા નવા દેશો જોવાની ઉત્કંઠાવાળો, ચિત્રો અને ફોટાઓનો શોખીન, નાટકાદિ કરનાર તથા નાટકાદિ જોવાનો શોખીન, વિચિત્ર કામક્રીડા તથા બીજાના ચિત્તને આકર્ષિત કરવુ એ રતિમોહનીયકર્મબંધના હેતુઓ છે. (૩) ઇષ્ય, પાપ કરવાનો સ્વભાવ, પારકાના આનંદનો નાશ કરનાર, અથવા ઇચ્છનાર, ખરાબ કાર્યોમાં અન્યને ઉત્સાહિત કરનાર જીવ અરતિમોહનીયકર્મને બાંધે છે. (૪) પોતે ડરે, બીજાને ડરાવે, બીજાને ત્રાસ આપે તથા દયારહિત દૂર પરિણામી જીવ ભયમોહનીયકર્મને બાંધે છે. (૫) ચતુર્વિધ સંઘની નિંદા કરનાર, ધૃણા કરનાર, સદાચારની નિંદા કરનાર જીવ જુગુપ્સામોહનીયકર્મને બાંધે છે. (૬) ઈર્ષા, ખેદ, લાલચ, જાઠું બોલવું, અતિશય વક્રતા પરસ્ત્રીમાં આસકત જીવ
સ્ત્રીવેદકર્મને બાંધે છે. (૭) રવસ્ત્રીમાં સંતોષ, ઇર્ષાનો અભાવ, કષાયની મંદતા, સરલ આચાર, શીલવ્રતનું પાલન કરનાર જીવ પુરુષવેદને બાંધે છે. (૮) સ્ત્રી-પુરુષ સંબંધી કામ સેવન કરનાર, તીવ્ર કષાયવંત, તીવ્ર કામી અને સતીસ્ત્રીનાવ્રતનો ભંગ કરનાર આત્મા નપુંસકવેદને બાંધે છે. - સાધુઓની નિંદા કરવી, ધર્મમાં જોડાતા કે ધર્મમાં જોડાયેલા પ્રાણીને વિધ્ર કરવા, મધમાંસના ત્યાગીની પાસે અવિરતિની પ્રશંસા કરવી, દેશવિરતિને વારંવાર અંતરાય કરવો, ચારિત્ર હનની પ્રશંસા કરવી. ચારિત્રને દૂષિત કરવુ અન્યમાં રહેલા કષાય અને નોકષાયની ઉદીરણા કરવી અર્થાત્ અન્યને કષાય કે નોકષાય થાય તેવું વાતાવરણ ઉભુ કરવું. તે સર્વ સામાન્ય ચારિત્રમોહનીયના હેતુઓ છે.
૨૩)
For Private and Personal Use Only