________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નઃ- ૩ “મંગલાચરણ એટલે શું? મંગલાચરણ કરવાની શી જરૂર?” જવાબ- મંગલાચરણ એટલે શુભાચરણ.
કોઇપણ કાર્યની શરૂઆત કરતી વખતે મન, વચન અને કાયા દ્વારા ઈષ્ટદેવને નમસ્કાર કરવા કે વડીલો પાસેથી શુભાશિષ મેળવવા રૂપ જે શુભક્રિયા કરાય છે. તે મંગલાચરણ કહેવાય. કોઇપણ શુભકાર્યની નિર્વિબે સમાપ્તિ થાય તે માટે મંગલાચરણ કરવું જોઇએ. પ્રશ્ન:- ૪“કાર્મણવર્ગણા, કર્મ અને કર્મબંધમાં શું તફાવત?” જવાબ-અત્યંત સૂક્ષ્મ રજ સ્વરૂપ કર્મને યોગ્ય પદ્ગલિક દ્રવ્યને કાર્મણવર્ગણા કહેવાય. તે જડ છે. તેમાં સ્વતંત્રપણે જીવના જ્ઞાનાદિ ગુણને રોકવાની કે સુખદુઃખ આપવાની તાકાત નથી.
મિથ્યાત્વાદિ કારણોને લીધે, જીવ જે આકાશ પ્રદેશમાં રહેલો હોય તે જ આકાશ પ્રદેશમાંથી જે કાર્યણ સ્કંધોને ગ્રહણ કરે છે. તેમાં રાગાદિયુક્ત ચૈતન્યનના સંસર્ગથી જ્ઞાનાદિ ગુણને રોકવાની કે સુખદુઃખાદિને આપવાની શક્તિ ઉત્પન્ન થાય છે. તેથી તે કામણ સ્કંધો સ્વયં જ કર્મ સંજ્ઞક બને છે.
કર્મ સંજ્ઞક બનેલા કાર્યણ સ્કંધો જ્યારે આત્મ પ્રદેશોની સાથે દૂધ અને પાણીની જેમ અથવા લોખંડ અને અગ્નિની જેમ ઓતપ્રોત બની જાય ત્યારે તેને કર્મબંધ કહે છે. પ્રશ્ન-૫ “કર્મને અરૂપી માનવામાં આવે તો શું વાંધો?” જવાબઃ- જો કર્મને અરૂપી માનવામાં આવે તો કર્મ દ્વારા આત્માને સુખ દુઃખનો અનુભવ ન થાય. કારણ કે આકાશ અને આત્માનો અનાદિ સંયોગ હોવા છતાં જેમ આકાશ એ આત્માને કાંઈ જ ઉપકારક નુકશાન કરી શકતું નથી તેમ કર્મો જો અરૂપી હોય તો કર્મ દ્વારા જીવને સુખ દુઃખનો અનુભવ ન થાય. પરંતુ એવું નથી બનતું. જેમ પથ્ય ભોજનાદિથી જીવને સુખનો અનુભવ થાય છે અને અપથ્ય ભોજનાદિ જીવને દુઃખનો અનુભવ થાય છે. તેમ શુભકર્મો દ્વારા જીવને સુખનો અનુભવ અને અશુભકમ દ્વારા જીવને દુઃખનો અનુભવ થતો હોવાથી કર્મો રૂપી છે. માટે કર્મને અરૂપી માની શકાય નહીં. પ્રશ્નઃ- ૬ “અરૂપી આત્મા પર રૂપી કર્મો કેવી રીતે ચોટે?” જવાબ-આકાશની જેમ અરૂપી શુદ્ધાત્મા પર કર્મો ન ચોંટી શકે પરંતુ અહીં તો આત્મા કથંચિત્ મૂર્ત અને કથંચિત અમૂર્ત છે. સર્વથા અમૂર્ત નથી. કારણ કે
૨૩૮
For Private and Personal Use Only