________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
પ્રશ્નોત્તરી
પ્રશ્ન:- ૧ “પ્રસ્તુત ગ્રન્થના નામની સાર્થકતા જણાવો.” જવાબઃ- આ ગ્રન્થમાં જ્ઞાનાવરણીયાદિ મૂળ કર્મપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિના વિપાકનું વર્ણન કરેલું હોવાથી આ ગ્રન્થનો મુખ્ય વિષય કર્મવિપાક છે. માટે “કર્મવિપાક વિષય ઉપરથી આ ગ્રન્થનું નામ પણ “કર્મવિપાક” રાખવામાં આવ્યું છે. તેથી કર્મવિપાક નામ સાર્થક છે. તથા આ ગ્રન્થનું બીજુ નામ પ્રથમ કર્મગ્રંથ છે. કારણ કે આ ગ્રન્થનો અભ્યાસ કર્યા સિવાય કર્મસ્તવાદિ બીજા કર્મ ગ્રન્થનો અભ્યાસ કરી શકાતો નથી માટે કર્મ ગ્રન્થનો અભ્યાસ કરનાર, કરાવનાર, તેમજ બીજા લોકો પણ ઘણું કરીને આ ગ્રન્થને “પ્રથમ કર્મગ્રન્થ” કહે છે. માટે આ ગ્રન્થનું વ્યવહારૂ નામ પ્રથમ કર્મગ્રન્થ પણ સાર્થક છે. પ્રશ્નઃ- ૨ “આ ગ્રન્થની રચના શેમાંથી થઇ? શા માટે થઇ?” જવાબઃ- દૃષ્ટિવાદ નામનું બારણું અંગ પાંચ વિભાગોમાં વહેંચાયેલું છે (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પૂર્વગત (૪) અનુયોગ (૫) ચૂલિકા આમાં પૂર્વગતના ૧૪ ભેદ છે. તેને ૧૪ પૂર્વો કહેવાય છે. તેમાંના આઠમા પૂર્વનું નામ કર્મપ્રવાદ છે. તે કર્મવિષયક છે. તથા બીજા અગ્રાયણી પૂર્વની ક્ષણલબ્ધિ નામની પાંચમી વસ્તુનું કમ્મપયડી નામનું ચોથું પ્રાભૃત કર્મ વિષયક છે. એ પૂર્વોમાંથી જુદા જુદા આચાર્ય મહારાજે પ્રાચીન છ કર્મગ્રન્થની રચના કરેલ, તેમાંથી દેવેન્દ્રસૂરિ મહારાજાએ કર્મવિપાકાદિ પાંચ કર્મગ્રન્થની રચના કરી છે તે નવ્ય કર્મગ્રન્થ તરીકે પ્રસિદ્ધ છે.
કર્મ સાહિત્યમાં પ્રથમવાર જ પ્રવેશ કરનારને ૧૬૬ ગાથા પ્રમાણ પ્રાચીન પ્રથમ કર્મગ્રન્થ ઘણો લાંબો અને કઠિન લાગવાથી, અભ્યાસુવર્ગ કંટાળી જવાથી પીછે હઠ ન કરી જાય પણ સહેલાઇથી કર્મવિપાકનું જ્ઞાન મેળવી શકે એ હેતુસર પૂ. દેવેન્દ્રસૂરિ મહારાજાએ પ્રાચીન ૧૬૬ ગાથા પ્રમાણ કર્મવિપાક ગ્રન્થનો ફકત ૬૧ ગાથામાં સમાવેશ કરીને ફરીથી કર્મવિપાક નામના પ્રથમ કર્મગ્રન્થની રચના
કરી છે.
૨૩૭
For Private and Personal Use Only