________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(ગોમૂત્રિકા) તડકાદિને લીધે દૂર થઇ જાય છે. તેમ થોડા જ પ્રયત્નથી દૂર થઇ જાય એવી જીવની વક્રતાને પ્રત્યાખ્યાનીયમાયા કહેવાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) જેમ વાંકુચુંકુ, ઘેટાનું શીંગડું ઘણી જ મુશ્કેલીથી, અનેક ઉપાયો દ્વારા સીધુ કરી શકાય છે. તેમ ઘણી જ મુશ્કેલીથી, અનેક ઉપાયો દ્વારા દૂર થઈ શકે એવી જીવની વક્રતાને અપ્રત્યાખ્યાનીયમાયા કહેવાય.
(૪) જેમ અત્યંત કઠણ તેમજ વાંકાચૂંકા વાંસના મૂળિયાં અગ્નિમાં બાળવા છતાં પણ તેની વક્રતા છોડતા નથી તેમ કોઇપણ ઉપાયો દ્વારા દૂર ન થઇ શકે એવી જીવની વક્રતાને અનંતાનુબંધીમાયા કહેવાય.
‘‘લોભ એટલે મૂર્છા, મમત્વ, આસક્તિ, વૃદ્ધિ, અસંતોષ, પરિગ્રહવૃત્તિ, તૃષ્ણા, ઇચ્છા, અભિલાષા, આકાંક્ષા” વગેરે
(૧) જેમ વસ્ત્ર ઉપર પડેલો હળદળનો ડાઘ તડકાનાં સ્પર્શમાત્રથી જતો રહે છે. તેમ પ્રયત્ન કર્યા વિનાં જલ્દીથી નાશ પામી જાય એવા લોભને સંજ્વલનલોભ કહેવાય છે.
(૨) જેમ દિવાની મેષ વસ્ત્રને લાગી હોય તો સાબુ વગેરેના પાણીમાં વસ્ત્રને નાંખવાથી મેષ દૂર થાય છે. તેમ થોડાં જ પ્રયત્નથી જે લોભ દૂર થઈ જાય તે પ્રત્યાખ્યાનીયલોભ કહેવાય.
(૩) જેમ વસ્ત્રને ગાડાના પૈડાની મરીનો ડાઘ લાગેલો હોય તો સાબુ વગેરે લગાવીને વજ્રને મસળવાથી ડાઘ દૂર કરી શકાય છે. તેમ ઘણાં જ પ્રયત્નથી દૂર કરી શકાય એવા લોભને અપ્રત્યાખ્યાનીયલોભ કહેવાય છે.
(૪) જેમ કીરમજીરંગથી રંગેલ વસ્ત્ર ફાટી જવા છતાં પણ રંગને છોડતું નથી તેમ અનેક પ્રયત્નો કરવા છતાં પણ દૂર ન થઇ શકે એવા લોભને ^અનંતાનુબંધીલોભ કહેવાય છે.
A.અનંતાનુબંધી કષાયો કોઇપણ ઉપાય દ્વારા દૂર થઇ શકે તેમ નથી એમ જે કહ્યું છે. તે પૂર્વના કષાયની અપેક્ષાએ અનંતાનુબંધી રસની અત્યન્નતીવ્રતા બતાવવા માટે કહ્યું છે. વાસ્તવિક રીતે તો સમ્યક્ત્વાદિ અવસ્થામાં અનંતાનુબંધી કષાયનો અભાવ જ હોય છે. માટે કયારેય દૂર ન થઈ શકે એવું નથી પણ મહામુશ્કેલીથી દૂર થઇ શકે છે એમ સમજવું.
૧૩૮
For Private and Personal Use Only