SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બંધનનામકર્મના ભેદનું સ્વરૂપ : (૧) પૂર્વના ઔદારિકશરીરની સાથે ઔદારિકશરીરની રચનાનુસારે થતા નવા ઔદારિકપુદ્ગલપિંડનું જે જોડાણ થાય છે તે ઔદારિક ઔદારિક બંધન કહેવાય. તેનું કારણ ઔદારિક ઔદારિક બંધન નામકર્મ છે. “જે કર્મના ઉદયથી પૂર્વના ઔદારિકશરીરની સાથે ઔદારિકશરીરની રચનાનુસારે થતાં નવા ઔદારિક પુદ્ગલપિંડનું જોડાણ થાય તે ઔદારિક ઔદારિક બંધનનામકર્મ કહેવાય.’’ આ પ્રમાણે (૨) વૈક્રિયવૈક્રિયબંધનનામકર્મ અને (૩) આહારક આહારકબંધનનામકર્મ સમજવું. (૪) તૈજસશરીરની સાથે દારિકશરીરને યોગ્ય પુદ્ગલપિંડનું કે ઔદારિકશરીરની સાથે તૈજસશ૨ી૨ને યોગ્ય પુદ્ગલ પિંડનું જે જોડાણ થાય છે તે ઔદારિક તૈજસબંધન કહેવાય તેનું કારણ ઔદારિકતૈજસ બંધન નામકર્મ છે. “જે કર્મનાઉદયથી તૈજસશરીરની સાથે ઔદારિક પુદ્ગલપિંડનું કે ઔદારિકશરીરની સાથે તૈજસ પુદ્ગલપિંડનું જોડાણ થાય તે (કર્મ) ઔદારિકતૈજસબંધનનામકર્મ કહેવાય.'' આ પ્રમાણે (૫) વૈક્રિયતૈજસબંધનામકર્મ અને (૬) આહારકતૈજસબંધનનામકર્મ સમજવું. (૭) કાર્યણશ૨ી૨ની સાથે ઔદારિકશરીરને યોગ્ય પુદ્ગલપિંડનું કે ઔદારિકશરીરની સાથે કાર્યણસ્કંધોનું જે જોડાણ થાય છે તે ઔદારિકકાર્યણબંધન કહેવાય તેનું કારણ ઔદારિકકાર્યણબંધનનામકર્મ છે. “જે કર્મના ઉદયથી કાર્યણશરીરની સાથે ઔદારિકશરીરને યોગ્ય પુદ્ગલપિંડનું કે ઔદારિકશરીરની સાથે કાર્મણસ્કંધોનું જોડાણ થાય તે (કર્મ) ઔદારિકકાર્યણબંધનનામકર્મ કહેવાય..'' આ પ્રમાણે (૮) વૈક્રિયકાર્પણબંધનનામકર્મ અને (૯) આહારકકાર્યણબંધનનામકર્મ સજમવું. (૧૦)તૈજસશરીર અને કાર્યણશરીરની સાથે ઔદારિકશરીરને યોગ્ય પુદ્ગલપિંડનું કે ઔદારિકશરીરની સાથે તૈજસ અને કાર્યણપુદ્ગલપિંડનું જે જોડાણ થાય છે તે ઔદારિકતૈજસકાર્યણબંધન કહેવાય. તેનું કારણ ઔદારિક તૈજસકાર્યણબંધનનામકર્મ છે. જે કર્મના ઉદયથી તૈજસશરીર અને કાર્યણશરીરની સાથે ઔદારિકશરીરને યોગ્ય પુદ્ગલપિંડનું કે ઔદારિક શરીરની સાથે તૈજસ કે કાર્મણ પુદ્ગલપિંડનું જોડાણ થાય તે ઔદારિકતૈજસકાર્યણબંધનનામકર્મ ૧૮૩ For Private and Personal Use Only
SR No.020577
Book TitlePratham Karmagranth Karmavipak
Original Sutra AuthorN/A
AuthorHarshagunashreeji
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1995
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy