________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ન :- ૧૧૯ આ ગ્રંથ દ્વારા આત્મા શું પ્રાપ્ત કરે ? જવાબ :- આ ગ્રંથના અભ્યાસથી કર્મવિપાકની જાણકારી પ્રાપ્ત થાય.
વર્ષોથી વ્યાધિગ્રસ્ત જીવાત્માને ડૉ. મળી જાય ને રોગ પકડાઈ જાય, પથ્યાદિના સેવન સાથે ઔષધોપચાર શરૂ થઈ જાય ને ધીમે ધીમે સર્વથા રોગમુક્ત બની જવાય..
બસ આવીજ પ્રક્રિયા આત્માના સંદર્ભમાં બને છે. અનાદિકાળથી આપણો આત્મા શારીરિક માનસિક વિગેરે દુઃખોને સહન કરી રહ્યો છે. પણ પ્રભુ જેવા ડૉકટરોએ કર્મવિજ્ઞાન દ્વારા સમજાવ્યું કે “તારા દુઃખોની જડ આ કર્મમાં છે.”
રે ચેતન ! તું વાસ્તવમાં અનંતજ્ઞાની છતાં વર્તમાનમાં અજ્ઞાનતામૂર્ખતાનો અનુભવ કરી રહ્યો છે. ઘણું ઘણું વાંચવા-લખવા છતાં કાંઈ યાદ આવતું નથી. તેનું કારણ જ્ઞાનાવરણીય કર્મનો વિપાક [ઉદય] છે... " રે ચેતન ! તું વાસ્તવમાં અનંતદર્શની છે. પણ વર્તમાનમાં તું અંધાપો, બહેરાશ, બોબડાપણું, પેરેલીસીસ, નિદ્રાદિનો અનુભવ કરી રહ્યો છે. તેનું કારણ દર્શનાવરણીય કર્મનો વિપાક છે.
રે આત્મનું! તું વાસ્તવમાં પરમાનંદી છું. પણ છતાંય તું શારીરિક અને માનસિક સુખ-દુઃખોને અનુભવી રહ્યો છે. તેનું કારણ વેદનીય કર્મનો વિપાક છે.
રે આત્મન્ ! તું છે તો વિતરાગી પણ છતાં વર્તમાનમાં રાગ-દ્વેષમાં મુંઝાઈ રહ્યો છે. તેનું કારણ છે મોહનીયકર્મનો વિપાક..
રે ચેતન ! તું છે તો અક્ષય - અખંડિત જીવનનો માલિક છતાંય તારું થઈ રહેલું જન્મ-મરણનું ચક્કર એ તો આયુષ્યકર્મનો વિપાક છે.
રે આત્મન ! તું છે તો અરૂપી-અનામી છતાંય તું મનુષ્યાદિ રૂપો અને તેના આધારે અપાયેલા નામોને લઈ લઈને સંસારના રંગમંચ પર નાટક કરતો રહે છે. અને લોકોનાં ઉપકારનાં કામ કરવા છતાં લોકમાં ક્યારેક અપ્રિય કે અળખામણો બન્યો છે. ઘણું કામ કરવા છતાં ક્યારેક અપયશ પણ મેળવી રહ્યો છે. તે બધાનું કારણ છે નામકર્મનો વિપાક...
રે આત્મન્ ! તું છે તો અગુરુ લઘુગુણવાળો [ઉચ્ચ-નીચના ભેદ રહિત છતાં ક્યારેક ઉચ્ચકુળ તો ક્યારેક નીચકુળમાં જન્મ લઈ રહ્યો છે. તેનું કારણ છે. ગોત્રકર્મનો વિપાક...
૨૭૭
For Private and Personal Use Only