________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રે ચેતન ! તું છે અનંતશક્તિનો માલિક પણ વર્તમાનમાં તું ક્યારેક કંજૂસાઈ, ક્યારેક દરિદ્રતા અનુભવી રહ્યો છે.વળી ભોગ્ય-ઉપભોગ્ય સામગ્રી પ્રાપ્ત થવા છતાં ભોગવી શકતો નથી. નિરોગી,બળવાન કાયા મળવા છતાં કામ કરવાનો ઉત્સાહ થતો નથી. તેનું કારણ છે અંતરાયકર્મનો વિપાક..
આ છે આપણા રોગોનું નિદાન.. અને તેની વાત કર્મગ્રંથના આ પુસ્તકમાં છે. અરે ! માત્ર રોગનું નિદાન જ નથી પરંતુ રોગથી મુક્ત થવાનો ઇલાજ પણ આમાં જ બતાવ્યો છે.
જ્ઞાનાવરણીયાદિકર્મને દૂર કરવા જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનના સાધનો વગેરેની આશાતનાથી અટકવું ઈત્યાદિ ગાથા નં. પ૩થી ૬૦માં બતાવ્યું છે.
અને આ રીતે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રને તપ દ્વારા જેટલા અંશે જ્ઞાનાવરણીયાદિને દૂર કરે તેટલા અંશે તે તે અજ્ઞાનતાદિ વિકૃતિઓ દૂર થતી જાય છે પ્રકૃતિનો ઉઘાડ થતો જાય છે.
આત્મા વિભાવદશાથી સ્વભાવદશા તરફ જતો જાય છે. વધુને વધુ ભાવપૂર્વકની આરાધના દ્વારા ઘાતકર્મનો નાશ કરી વિશુદ્ધ સ્વરૂપ પ્રગટાવે છે. અઘાતીના નાશ દ્વારા સર્વકર્મમુક્ત થઈ સિદ્ધિ પદને પ્રાપ્ત કરે છે. અને સંપૂર્ણભાવ આરોગ્યનો ભોક્તા બને છે.
સમાપ્ત)
૨૭૮
For Private and Personal Use Only