________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• આ જીવડો પણ આજની ભારત સરકાર જેવો જ મૂઢ છે. આજની સરકાર લોન અને લોનના વ્યાજની ચૂકવણી માટે નવું મોટું દેવું કરતી રહે છે. તેમ આ જીવડો જુનો હિસાબ ચોખ્ખો કરતા કરતા ભારે હાયવોય વગેરે કરીને નવું ગંજાવર દેવું ઉભું કરી દે છે. એટલે અનાદિકાળથી “દેવું”, “કડક વસુલાત”, નવું દેવું” આ પરંપરા ચાલતી જ રહે છે...
• સાવ ચિત્ર અને વિચિત્ર જણાતી આ “કર્મસત્તા નામની બેન્કના આપણે સહુ પણ એકાઉન્ટ હોલ્ડરો જ છીએ.”બેન્કની ઉદારતાનો લાભ ઉઠાવી લેવો કે અનાદિકાળથી એની કઠોરતાનો ભોગ બની રહ્યા છીએ એ જ પરંપરા ચાલુ રાખવી આપણી મરજીની વાત છે.
• જેઓ બેન્કની કરૂણાનો લાભ ઉઠાવતા શીખી જાય છે તેઓ એ દ્વારા ક્રમશઃ એક દિવસ બધોજ હિસાબ ચૂક્ત કરી દે છે ને એ જ ક્ષણે એનું ખાતુ ક્લોઝ થઈ જાય છે. ને જીવ કર્મ બેંકના ક્રૂર સકંજામાંથી મુક્ત થાય છે.
આવી નિરાળી બેન્કના ખાતેદાર હોવું એ અનિચ્છનીય છે કે જેથી એમાંથી મુક્ત થવાની વાત કરો છો?
• હા... અત્યંત અનિચ્છનીય છે. આ બન્ને કાંઈ મફતમાં જીવોને પોતાના ખાતેદાર નથી બનાવી દીધા... “જીવના અનંત સુખને ડીપોઝીટ તરીકે રાખીને ખાતેદાર બનાવ્યા છે.” એટલે તો આગળ કહી ગયા કે અરે કોઈની ભલામણ ચીઠ્ઠી પણ માંગતી નથી. અબજો રૂપિયાથી પણ જેનું મૂલ્યાંકન ન થઈ શકે એવી પોતાની કેવળજ્ઞાન, શાશ્વત સુખ વગેરે મૂડી જીવે ડીપોઝીટ કરાવી રાખી હોય પછી બેંક અન્યની ભલામણ માંગે પણ શા માટે?
• આટલી જંગી બેલેન્સની સામે આ બેન્ક જીવને જે ક્રેડીટ આપે છે એનો વિચાર જો કરવામાં આવે તો જીવડાની મૂર્ખામી ભાસ્યા વગર ન રહે... અબજોની સામે ખાલી પાંચ-પચ્ચીસ રૂપિયા જેટલી લોન પણ આ બેન્ક સીધે સીધી નથી આપતી. એના કાંઈક સુકૃતને ગીરવે મુકાવીને જ આપે છે. અને પાછી એ પાંચ-પચ્ચીસ રૂપિયાની વસુલાત કેવી રીતે કરે છે? જાણવું છે?
મારુંશાશ્વત સુખબેંકમાંબેલેન્સપડેલું છે.-ડીપોઝીટરૂપે રહેલું છે. મારે એ પોતાનું (આત્મિક)સુખનઉપાડવું જોઈએ=માણવું જોઈએ આવાતને આજીવડો સાવભૂલી ગયો છે. ગમારછેને?વળી,આબેન્કને આમહત્ત્વની વાત ભૂલાયેલી રહે એમાં જ રસ છે, એટલે પછી જીવડો પૌદ્ગલિક સુખ માટે બેન્ક પાસે હાથ લંબાવે છે.
૧૧
For Private and Personal Use Only