SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વપજ્ઞટીકા સહિત કર્મવિપાકાદિ ૫ કર્મગ્રન્થની રચના કરી. તેઓનું “ચંદ્રકુલ” હતું. વિક્રમસંવત “૧૩૨૭માં ગ્રન્થકર્તા સ્વર્ગવાસી થયા છે. તેઓએ આ પાંચ કર્મગ્રન્થ ઉપરાંત શ્રાદ્ધદિનકૃત્ય વૃત્તિ, સિદ્ધ પંચાશિકાવૃત્તિ, સુદર્શન ચરિત્ર વગેરે અનેક ગ્રન્થોની રચના કરી છે. તેમને બનાવેલી ટીકા વગેરેનું સંશોધન વિદ્વત્ન શ્રી“ધર્મકીર્તિસૂરિજી મ.”તથા શ્રી“વિદ્યાનંદસૂરિજી મ.”એ કર્યું છે. કર્મવિપાકાદિ ૫ કર્મગ્રન્થ ઉપર થઈને ૨૯૫૮ શ્લોક પ્રમાણ શ્રી મુનિશેખરસૂરજીિએ ટીકા બનાવી છે. અને ૫૪૦૭ શ્લોક પ્રમાણ આ૦ ગુણરત્નસૂરીજીએટીકા બનાવી છે. તથા શ્રી કમલસંયમ ઉપાધ્યાયજીએ માત્ર કર્મસ્તવ ઉપર ૧૫૦ શ્લોક પ્રમાણ વિવરણ લખેલ છે. તેમજ ત્રણ બાલાવબોધ ક્રમશઃ શ્રી જયસોમસૂરિજી મ. આઈશ્રીમતિચન્દ્રસૂરિજી મ.તથાજીવવિજયજી મ.દ્વારાલખાયેલા છે. છેલ્લે છેલ્લે સિદ્ધાન્ત મહોદધિ સ્વ. “પૂજય આચાર્યદેવશ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા”ની પ્રેરણા અને માર્ગદર્શનથી તેઓશ્રીના શિષ્ય -પ્રશિષ્યાદિએ “બન્ધવિહાણમહાગ્રન્થ” તથા “ખવરસેઢી”, “ઉવસમસેઢી” વગેરે મૂળગ્રન્યો પ્રાકૃતમાં અને એના વિસ્તૃત વિવેચન ગ્રન્થો સંસ્કૃતમાં રચ્યા છે. કર્મવિષયક આવિશાળ “શ્રુતસાગર”માં પ્રવેશ માટે “કર્મવિપાકનામા પ્રથમ કર્મગ્રન્થ” એ નાવ સમાન છે. આ ગ્રન્થનું મહત્ત્વ, આજ સુધીમાં એના પર સંસ્કૃત અને ગુજરાતી વગેરે ભાષામાં જે અનેક વિવેચનો લખાયા છે, એ જ દર્શાવી દે છે. અભ્રકને જેટલી પુટ મળે એટલા એના ઔષધીય ગુણો ખીલતા જાય છે. એમ આ કર્મગ્રન્થ એવો વિષય છે કે એના પર જેટલું વધુને વધુ ખેડાણ થાય એટલો એ વધુ સ્પષ્ટ થતો જાય.. એ ન્યાયને અનુસાર તથા મન્દમતિ જીવો પર કંઈક પણ ઉપકાર થાય અને પોતાનો સ્વાધ્યાય થાય તદર્થ વિદુષી સાધ્વીશ્રી હર્ષગુણાશ્રીજીએ પણ આ પ્રથમ કર્મગ્રન્થ પર ભારે પરિશ્રમ ઉઠાવીને એક સુંદર વિવેચન ગુજરાતી ભાષામાં તૈયાર કર્યું છે. જે આ પુસ્તકમાં પ્રકાશિત થઈ રહ્યું છે. “તે તે દરેક પારિભાષિક વિષયની વધુમાં વધુ અને સરળમાં સરળ સ્પષ્ટ સમજણ આપી દઉં.” આવી એમના દિલની લાગણી ઠેર ઠેર વ્યક્ત થયા વિના રહેતી નથી.' પ્રકૃતિ, અવિદ્યા, વાસના, ધર્મ-અધર્મ વગેરે શબ્દોથી અન્યદર્શનકારોએ પણ જે “કર્મ” નામના તત્ત્વને માન્યતા આપી છે. તેના અગાધજ્ઞાનના અખૂટ ખજાનાસમાં કર્મ સાહિત્યમાં પ્રવેશ કરવા માટે પ્રસ્તુત પ્રકાશનનો ઉપયોગ કરી સૌ કોઈ જિજ્ઞાસુ તેમના પુરુષાર્થને સફળતા બક્ષે એવી વિનંતી સાથે.... ૧૪ For Private and Personal Use Only
SR No.020577
Book TitlePratham Karmagranth Karmavipak
Original Sutra AuthorN/A
AuthorHarshagunashreeji
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1995
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy