________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ન:-૯૧ “સંઘાતન નામકર્મને માનવાની શી જરૂર છે? કારણ કે ઔદારિકાદિ શરીર નામકર્મોદયથી જ પુગલસ્કંધોનું ગ્રહણ થતું હોવાથી, તેનાથી (ઔદારિકાદિ શરીર નામકર્મથી) જ ઔદારિકાદિ શરીરને યોગ્ય પુદ્ગલો એકઠા થઈ જાય છે. માટે સંઘાતન નામકર્મને માનવાની જરૂર નથી.” જવાબ:- સંવાતને નામકર્મનું કાર્ય માત્ર પુદ્ગલોને એકઠી કરવાનું જ નથી. પણ ઔદારિકાદિ શરીરની લંબાઇ, પહોળાઇ અને જાડાઇ પ્રમાણે દારિકાદિ શરીરને યોગ્ય પુદ્ગલ સ્કંધોનો પિંડ બનાવવાનું છે. જેમ કુંભાર એક જગ્યાએ માટીનો ઢગલો કરી દે તો એટલા માત્રથી માટીનો ઘડો તૈયાર થઈ જતો નથી. પરંતુ ઘડાને યોગ્ય માટીને પિંડ બનાવીને ચાકડા ઉપર ચઢાવવામાં આવે તો ઘડો તૈયાર થાય છે. એ રીતે, ઔદારિકાધિશરીરનામકર્મોદયથી દારિકાદિ શરીરને યોગ્ય પુદ્ગલસ્કંધોનો ઢગલો તો થઈ જાય છે. પણ ઢગલો થવા માત્રથી દારિકાદિ શરીરને યોગ્ય પુગલપિંડ તૈયાર થઈ જતો નથી. કેમ કે દારિકાશિરીરનામ કર્મોદયથી ઔદારિકાદિ પુદ્ગલો ગ્રહણ કર્યા પછી પર્યાપ્તિનામકર્મોદયથી તેને
દારિકાદિ શરીર રૂપે પરિણાવીને, સંઘાતન નામકર્મથી ઔદારિકાદિ શરીરની રચનાનુસારે પુગલપિંડ તૈયાર થાય છે. તેથી સંવતન નામકર્મ માનવું જરૂરી છે. પ્રશ્ન:- ૯૨ “જેમ પંદર બંધન થાય છે તેમ પંદર સંઘાતન કેમ ન થાય? કારણ કે સંઘાતિત = એકઠી થયેલી વસ્તુનો જ સંબંધ થઈ શકે. જેમકે, બે પત્થર જો એકઠા કર્યા હોય તો જ, તેઓનો વજલેપ અથવા રાળ આદિથી સંબંધ કરી શકાય. માટે ૧૫ સંઘાતનો માનશો તો જ પંદર બંધન માની શકાશે.” જવાબ:- આ વાત સાચી છે. પરંતુ જેમ લોકમાં સ્વજાતિનો સ્વજાતિની સાથે જે સંયોગ થાય છે તે જ શુભ અને કુલીન મનાય છે. વિજાતીય સંયોગ અશુભ મનાય છે. તેમ સજાતીય પુગલનો જે સંયોગરૂપ સંઘાત થાય છે તે જ શુભ મનાય છે. એટલે સજાતીય સંયોગનું પ્રાધાન્ય જણાવવા માટે પાંચ જ સંઘાતન કહ્યાં છે. પ્રશ્ન- ૩ “જે પુદ્ગલોમાંથી શરીર તૈયાર થાય છે. તે પુદ્ગલો તો વર્ણાદિ ચતુષ્કસહિત જ હોય છે. તો પછી શરીર બાંધતી વખતે વર્ણાદિ નામકર્મને માનવાની શી જરૂર છે?” જવાબ-વર્ણાદિ એ પુગલનું લક્ષણ હોવાથી પરમાણુ કે સ્કંધમાં વર્ણાદિ ચતુષ્ક હોય જ છે. કયારેય પરમાણુ વર્ણાદિ ચતુષ્ક વિનાનો હોતો નથી. એટલે જીવે શરીર નામકર્મોદયથી જે પુદ્ગલ સ્કંધો ગ્રહણ કર્યા છે. તેમાં વર્ણાદિ ચતુષ્ક હોય જ છે.
૨૬૯
For Private and Personal Use Only