________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન : - “ના” શબ્દ સાહચર્યવાચી છે.
સાહચર્ય=સાથે રહેવું.
(૧) “જે કષાયોની સાથે રહીને પોતાનો વિપાક (ફળ) બતાવે તે નોકષાય કહેવાય.”
દા. ત. અનંતાનુબંધી કષાયો સાથે જે વેદનો ઉદય હોય તે અનંત સંસારનો અનુબંધ કરાવે.
જો કષાય તીવ્ર હોય તો નોકષાય તીવ્ર બને. અને જો કષાય મંદ હોય તો નોકષાય મંદ બને. એટલે નોકષાયનો આધાર કષાય છે. તે સ્વતંત્ર રીતે કોઈપણ કાર્ય કરી શકતા નથી. કષાયની સાથે રહીને જ પોતાનું ફળ બતાવે છે. માટે તેને નોકષાય કહેવાય છે. (૨) “ના” શબ્દનો અર્થ પ્રેરણા થાય છે.
“જે કષાયોને ઉત્પન્ન કરવામાં પ્રેરણા કરે” અથવા “જે કષાયોને ઉત્તેજીત કરે” તે નોકષાય કહેવાય.
દા. ત. સામા માણસની પ્રશંસા, હાંસી-મશ્કરી કરવાથી ક્યારેક તે વ્યક્તિને રાગ થાય છે. તો ક્યારેક ગુસ્સો થાય છે. એટલે રાગદ્વેષજન્ય ક્રોધાદિ કષાયોની ઉત્પત્તિનું કારણ નોકષાયો છે, તે ક્રોધાદિ-કષાયની ઉત્પત્તિમાં સહાયક બને છે, અથવા તે ક્રોધાદિ કષાયોને ઉત્તેજીત કરે છે. માટે “નોકષાય ઉદ્દીપક છે. કષાય ઉદ્દીપ્ય છે.” (૩૪નો = નબળા,
સંજ્વલન કષાયનો ઉપશમ કે ક્ષય થતાં પહેલાં તો નોકષાયો ઉપશાંત કે ક્ષપામી જાય છે. માટે તેને નબળા કષાયો પણ કહેવાય છે.
અહીં કષાયની સાથે રહીને, પોતાનો વિપાક બતાવવો તે નોકષાયનું કાર્ય છે. તેનું કારણ નોકષાય મોહનીય કર્મ છે. સ્થિરતાગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને નોકષાયમોહનીયકર્મ કહ્યું છે.
“સ્થિરતાનુણ, ગંભીરતા + ઉદાસીનતા + આનંદ + અશોક + નિર્ભયતા + અજુગુપ્સા + અવેદી અવસ્થાના સમૂહરૂપ છે.”
૧૪૦
For Private and Personal Use Only