________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાય છે. તે મત્યાદિ-૪ સ્વરૂપ છે. એટલે કેવળજ્ઞાનાવરણીયકર્મને લીધે (અપેક્ષાએ) મત્યાદિ-૪ જ્ઞાનો ઉત્પન્ન થતા હોવાથી મત્યાદિ-૪ જ્ઞાનનું કારણ કેવલજ્ઞાનાવરણીય કર્મ છે. તેનું કાર્ય મત્યાદિ-૪ જ્ઞાન છે. વળી, “કારણનો નાશ થતા કાર્યનો નાશ થઇ જાય એ નિયમાનુસાર જેમ અગ્નિનો નાશ થતા ધૂમનો નાશ થઇ જાય છે. તેમ કેવળજ્ઞાનાવરણીય કર્મનો નાશ થતા મત્યાદિ–૪ જ્ઞાનનો નાશ થઇ જાય છે. માટે કેવળજ્ઞાનની હાજરીમાં મત્યાદિ-૪ જ્ઞાન હોતાં નથી તેથી કેવળજ્ઞાન ‘‘એકલું” જ છે. શંકા :- જે રીતે અનંતચારિત્રગુણમાં, જેમ જેમ ચારિત્રમોહનીયકર્મનો ક્ષય થતો જાય છે. તેમ તેમ ચારિત્રગુણ વિકાસ પામતો હોવાથી, છેલ્લે ચારિત્રમોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થઇ જવાથી ક્ષાયિકભાવનું અનંતચારિત્ર પ્રાપ્ત થાય છે. તે રીતે, મત્યાદિ-૪ જ્ઞાનમાં પણ, જેમ જેમ સ્વસ્વાવરણનો ક્ષયથવાથી મત્યાદિ-૪ જ્ઞાન વધુ ને વધુ વિકાસ પામતાં હોવાથી છેલ્લે સંપૂર્ણ સ્વસ્વાવરણનો ક્ષય થાય ત્યારે ક્ષાયિકભાવનાં મત્યાદિ-૪ શાન પ્રગટ થવા જોઇએ ને ? તો મત્યાદિ—૪ જ્ઞાનનો અભાવ કેમ કહો છો ?
99
સમાધાન :- અનંતચારિત્રગુણ એ આત્માનો મૂળસ્વભાવ છે. તે ચારિત્રમોહનીય કર્મદ્વારા ઢંકાઇ ગયેલો હોવાથી સંપૂર્ણ ચારિત્રમોહનીયકર્મનો ક્ષય થવાથી અનંતચારિત્રગુણ પ્રગટે છે. પરંતુ મત્યાદિ-૪ જ્ઞાન આત્માના સ્વભાવરૂપ નથી. પણ કેવળજ્ઞાનાવરણીય કર્મને લીધે, મત્યાદિ-૪ જ્ઞાન ઉત્પન્ન થતા હોવાથી મત્યાદિ-૪નું કારણ કેવળજ્ઞાનાવરણીયકર્મ છે માટે કારણનો નાશ થતાં કાર્યનો નાશ થઈ જતો હોવાથી જ્યારે કેવળજ્ઞાનાવરણીયકર્મનો ક્ષય થાય છે. ત્યારે મત્યાદિ-૪ જ્ઞાન નાશ પામે છે.
For Private and Personal Use Only
દા. ત. સૂર્ય ઘનઘોર વાદળથી ઢંકાયેલો હોવા છતાં પણ દિવસ-રાત્રિનો સ્પષ્ટભેદ સમજાય એવો મંદ પ્રકાશ પૃથ્વી પર ફેંકાય છે. એ રીતે, કેવળજ્ઞાન ઘનઘાતી કર્મદ્વારા ઢંકાયેલું હોવા છતાં પણ જ્ઞાનનો મંદ પ્રકાશ તો કાયમ માટે ખુલ્લો હોય જ છે. તે
૪૭