________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક્રિયારૂપ શુભ અને અશુભ વિહાયોગતિ એ કાર્ય છે. તેનું કારણ શુભ-અશુભ વિહાયોગતિનામકર્મ એ કાર્યણસ્કંધાત્મક નામકર્મની ઉત્તર પ્રકૃતિઓ છે. આ પ્રમાણે, ૧૪ પિંડપ્રકૃતિના કુલ, ‘૬૫” અથવા ‘‘૭૫’’ પેટા ભેદ કહ્યાં. પરાઘાત અને શ્વાસોચ્છ્વાસ નામકર્મનું સ્વરૂપ :
परघाउदया पाणी, परेसिं बलिणंपि होइ दुद्धरिसो । ऊससणलद्धिजुत्तो, हवेइ ऊसासनामवसा ॥४३ ॥ पराघातोदयात्प्राणी परेषां बलिनामपि भवति दुर्घर्षः । उच्छ्सनलब्धियुक्तो भवति उच्छ्वासनामवशात् ॥४३॥
ગાથાર્થ ઃ- પરાઘાતનામકર્મના ઉદયથી પ્રાણી બીજા બલવાનથી પણ પરાભવ પામતો નથી, શ્વાસોચ્છવાસનામકર્મના ઉદયથી જીવ શ્વાસોચ્છવાસ લબ્ધિ યુકત હોય.
વિવેચન :- (૧) પર + આઘાત = પરાઘાત.
બીજાને આઘાત પહોંચાડે તે પરાઘાત કહેવાય.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવા ‘‘બીજા બલવાનો વડે પણ આઘાત ન પામે તે પરાઘાત કહેવાય તેનું કારણ પરાઘાતનામકર્મ છે.
જે કર્મના ઉદયથી જીવ એટલો બધો પ્રબલ-પ્રતાપી દેખાય કે મોટામોટા બળવાનો, સત્તાધીશો, બુદ્ધિમાનો અને વિરોધીઓને પણ તેની વાત સ્વીકારવી પડે. રાજાની સભામાં તેના દર્શનમાત્રથી અથવા વા-કૌશલ્યથી બળવાન, વિરોધી કે શત્રુપક્ષની પ્રતિભાને આઘાત પહોંચે અથવા તે પોતાની પ્રતિભાથી સર્વસભ્યોનાં મન જીતી વિજય પ્રાપ્ત કરે પણ પોતે ક્યારેય બીજા કોઇનાથી આઘાત ન પામે તે પરાઘાતનામકર્મ કહેવાય.
(૨) શ્વાસોચ્છવાસનામકર્મનું સ્વરૂપ :
લબ્ધિપર્યાપ્તા જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે જ પર્યાપ્તનામકર્મનો ઉદય શરૂ થઇ જાય છે. તેથી જીવ ઉત્પત્તિના પ્રથમ સમયથી જ સ્વપ્રાયોગ્ય સર્વે પર્યાપ્તિનો પ્રારંભ કરી દે છે. પણ તે પર્યાપ્તિઓ અનુક્રમે પૂર્ણ થાય છે. તેથી જ્યારે શ્વાસોચ્છ્વાસ પર્યામિ પૂર્ણ થાય ત્યારે જીવ શ્વાસોચ્છ્વાસ પર્યાપ્ત એ પર્યાપ્તો થાય છે.
62b
For Private and Personal Use Only